Thursday, July 30, 2020

સરકાર દ્વારા 108ની જેમ હવે સિંહો માટે એમ્બ્યુલન્સ ફાળવાઇ


Like 108, now an ambulance has been allotted for the lions

  • ઘટના સ્થળે સારવાર મળશે : એક ડોકટર પણ સાથે રાખી તમામ સુવિધા એમ્બ્યુલન્સમાં આપવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 05:30 AM IST

રાજુલા. માનવી માટે સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા ફાળવવામા આવી છે. તેવી જ રીતે હવે એશિયાટિક સિંહ માટે રાજય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ ફાળવાઇ છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ નિશા રાજના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જમા સિંહો માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ હતી. અહીં સિંહો બિમાર પડે અથવા તો કોઈ ઇનફાઇટ જેવી બાબતમા ગંભીર ઇજા થાય તાે ઇમરજન્સીમા આ એમ્બ્યુલન્સમા રેસ્ક્યુ ઓપરેશન કરી એમ્બ્યુલન્સ મારફતે સારવાર મળશે. 108મા જે રીતે માણસની સારવાર થાય એ જ રીતે સિંહની પણ સારવાર થશે. એમ્બ્યુલન્સ ફાળવતા અહીંના વનવિભાગના ઓફિસરો કર્મચારીઓમા પણ ઉત્સાહ સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે.

કેમ કે ગંભીર રીતે ઘવાતા સિંહોને હવે તાત્કાલિક સારવાર મળી જશે. વનવિભાગ માટે પણ ઝડપી કામગીરી થશે. જેથી વનવિભાગને પણ ઘણી મોટી રાહત મળશે. સાથે સાથે જાફરાબાદ રેન્જમા રેવન્યુ વિસ્તાર ખૂબ મોટો છે. ઉધોગ ગૃહો અને આસપાસ પણ મોટી સંખ્યામા સિંહોનો વસવાટ છે. તેવા સમયે ભૂતકાળમા જાફરાબાદ તાલુકામા માર્ગ અકસ્માતમા અનેક સિંહો ઘાયલ અને મોતને પણ ભેટ્યા છે. ત્યારે આવી ઘટનાઓમા પણ આ સિંહ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘણી ફાયદાકારક સાબિત થાય તેવી શકયતા જાેવાઇ રહી છે. એમ્બ્યુલન્સ સાથે એક ડોકટર પણ હાજર હશે.

રસ્તામાં જ સિંહની સારવાર શરૂ થઈ જશે
સાવજો માટેની આ એમ્બ્યુલન્સમાં ડોકટર પણ સાથે હોવાથી એમ્બ્યુલન્સમા સિંહ અંદર પુરાશે ત્યારથી રસ્તા વચ્ચે સારવાર શરૂ થઇ જશે. વહેલી સારવાર શરૂ થતાં સાવજોના બચવાના ચાન્સ વધી જશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/like-108-now-an-ambulance-has-been-allotted-for-the-lions-127560991.html

No comments: