- ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો
દિવ્ય ભાસ્કર
Jul 30, 2020, 03:30 PM ISTધારી. અમરેલી જિલ્લાના ધારીના અભિયારણ્ય વિસ્તારમાં ઢોર ચરાવવા ગયેલા 10 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર 10 વર્ષીય સાગર કરશનભાઈ ચાવડા સવારે ઢોર ચરાવવા માટે અભિયારણ્ય વિસ્તારમાં ગયો હતો. જે દરમિયાન દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો હતો. જેમાં 10 વર્ષીય બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
(અરૂણ વેગડા, ધારી)
No comments:
Post a Comment