અમરેલી, તા. ૨૦
સાવરકુંડલા તાબાનાં સેંજલ ગામે ગઇ રાત્રે સિંહ અને દિપડાએ એક સાથે આતંક મચાવી બળદ અને એક બકરીનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે એક જ ગામમાં સિહ અને દીપડો એમ બે હિંસક પશુ એક સાથે ત્રાટકે તેવું ભાગ્યે જ બને. સાવરકુંડલા જેસર રોડ પર આવેલા સેંજલ ગામનાં લોકોએ ગઇરાત્રે થોડા-થોડા સમયનાં અંતરે સિંહ અને દિપડો એમ બે હિંસક પશુનો આતંક જોયો હતો સાવરકુંડલા તાલુકામાં આમ તો અનેક સિંહો આંટા મારે છે જે પૈકીનો એક સિંહે સેંજળનાં સુરગભાઇ ઓઢાભાઇ ખુમાણીની વાડીએ ફરજામાં બાંધેલા બળદનું મારણ કર્યું હતું. આ અંગે સેંજળનાં મહેશભાઇ તખુભાઇ ખુમાણે સાવરકુંડલાનાં આર.એફ.ઓ. મુનીને જાણ કરતાં સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. આ જ ગામમાં વહેલી સવારે કાનાભાઇ ભરવાડનાં ઝોકમાં ઘુસી દિપડા દ્વારા એક બકરીનું મારણ કરવામાં આવ્યું હતું. દિપડો - બકરીને ઉપાડીને લઇ ગયો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment