http://girasiaticlion.blogspot.com/
શેરડી
આયુર્વેદિય ઔષધ ‘ઇક્ષુ’ને આપણે શેરડી કહીએ છીએ. આ શેરડીને આયુર્વેદમાં શ્રમહર કહી છે. તમે થાકી ગયા હો તો શેરડી ચૂસો અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. આ શેરડીનો એક ગુણ કંઠય છે. કંઠયનો અર્થ થાય ગળા માટે હિતાવહ. એવી જ રીતે શુક્રશોધન દસ ઔષધોમાં મહર્ષિ ચરકે શેરડીની પણ ગણતરી કરી છે. જેમનું વીર્ય વાયુપિત્તાદિથી દૂષિત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રિય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખૂબ હિતાવહ છે. તરત જ બળ, સ્ફૂર્તિ એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. આ ઉપરાંત શેરડી રક્તપિત્તનાશક, સેક્સ વધારનાર, વીર્યદોષો દૂર કરનાર, વજન વધારનાર, મૂત્ર વધારનાર, શીતળ અને પચવામાં ગુરુ છે.
No comments:
Post a Comment