http://girasiaticlion.blogspot.com/
ખોરાસા ગામે નિરાધાર રોગ પિડીસ ગૌ-સારવાર સેવાયજ્ઞ
કેશોદ,તા.૨૪
કેશોદ થી ૩૦ કિ.મી.દુર ખોરાસા ગીર ગામે આવેલ નિરાધાર રોગપિડીત ગૌ સારવાર સેવા આશ્રમ ચાલી રહયો છે. આ આશ્રમ માં હાલમાં ૧૭ અપંગ ગર્ભ કેન્સર, ર ચીગપાક, ૪ માનવમાર, ૨ શિયાળ દાઢ,૬ કાળો સમકો,૩ એકસીડન્ટ ૧ એકઈસ્ટોશીયા ૩ રકકાપિત ના દર્દ થી પીડાતી ફુલ ૪૨ ગાયો છે. આ ગાયો ને નિયમીત સારવાર આપવા માં આવે છે. તેમને પાટા પીંડી-ચારો પાળી વિગેરેની વ્યવસ્થામાં આશ્રમ ના સંચાલક નિવૃત સરકારી ડોકટર સંજયભાઈ હંસરાજભાઈ કારડીયા દ્વારા કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ ૨૦૦૧ ની શાલથી આ આશ્રમ શરૂ કરવામાં આવેલ છે. આ આશ્રમ માં આખા ગીર માંથી બીમાર ગાયો ને લાવવામાં આવે છે. અથવા તો તર છોડાયેલ અને બીમારી થી પીડાતી ગાયો ને લોકો આશ્રમ સુધી પહોચાડે છે. જેમા બીલખાથી ઉના સુધીના ૧૦૦થી૧૨૫ કિ.મી ગીર વિસ્તારમાં માળીયા મૈદરડા તાલાળા,ઉના વેરાવળ તાલુકાઓ માં આવતા ગીર વિસ્તારના ગામડા ઓ માં થી અહીયા બિમાર ગાયોને લાવવામાં આવે છે.
No comments:
Post a Comment