Tuesday, July 24, 2007

Modi urges for war against global warming.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

રાજયના સ્વર્ણ જયંતિ અવસરે વૃક્ષ ઉછેરની સ્પર્ધા યોજાશે
વેરાવળ, તા.ર૩
ગ્લોબલ વોર્મીંગ અને પર્યાવરણના ખતરા સામે 'હરિયાળા કિલ્લા' રાજયમાં ગામેગામ અને નગર મહાનગરોમાં જનભાગીદારીથી બને તે માટે પ્રકૃતિપ્રેમની મહાસ્પર્ધા યોજવાની રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે રાજયના પ૮માં વન મહોત્સવના પ્રારંભ પ્રસંગે જાહેરાત કરી હતી. આગામી ચાર ચોમાસા સુધી સૌથી શ્રેષ્ઠ વૃક્ષ ઉછેર કરનારા નાગરિક, સંસ્થા, પંચાયત, નગરપાલિકા માટે ગુજરાત સ્વર્ણ જયંતિ વૃક્ષઉછેર સ્પર્ધા યોજાશે. આ અંગેની વિગતવાર યોજના રાજય સરકાર જાહેર કરશે તેમ તેમણે જણાવ્યું હતું.રાજયમાં પ૮માં વન મહોત્સવના પ્રસંગે આજે સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે કરોડો હિન્દુઓના શ્રધ્ધા કેન્દ્ર સમા યાત્રાધામ સોમનાથમાં 'હરિહર વન'ના નિર્માણમાં મુખ્યમંત્રી મોદી હજારો વૃક્ષત્રેમી નાગરિકો સાથે સામુહિક વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી બન્યા હતા. હરિહર વન બે હેકટરમાં રપ હજાર વૃક્ષોની વનરાજીથી તીર્થક્ષેત્રનું પર્યાવરણ સંબંધિત કરાશે.આ પ્રસંગે તેમણે સરકારે અમલમાં મૂકેલી સાગરખેડૂ વિકાસ પેકેજની ભૂમિકા પણ આપી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી શહેરી વિકાસ મંત્રી શ્રી આઈ. કે. જાડેજાએ જૂનાગઢ જિલ્લાનો દરેક નાગરિક ઘરે ઘરે, સીમશેઢે વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે અને શ્રેષ્ઠ હરિયાળો જિલ્લો બનાવે તેવું આહવાન કર્યું હતું.આ પ્રસંગે વન મંત્રી મંગુભાઈ પટેલ વન રાજયમંત્રી જસવંતસિંહ ભાભોર, અગ્ર મુખ્ય વન સંરક્ષક એમ. એલ. શર્મા, ધારાસભ્યો મહેન્દ્ર મશરૂ, માધાભાઈ બોરીચા, જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

No comments: