http://girasiaticlion.blogspot.com/
વિરપુર ગીરમાં નીલ ગાયનો ત્રાસ ઉભા પાકને નુકસાન પહોંચાડે છે
તાલાલા, તા.૨૩
તલાલા પંથકમાં વિરપુર ગિર ગામની સીમમાં રોજ નીલ ગાય સહિતના વન્ય પ્રાણીઓ ખેડૂતોના ઉભા મોલને નુકસાન કરતા હોય આ અંગે તરત યોગ્ય કરવા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આ વિસ્તારના ખેડૂતો વતી તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયાએ માંગણી કરી છે. મુખ્યમંત્રી તથા વનમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં દરરોજ રાત્રે રોજ અને નીલ ગાયના રપ થી ૪૦ના ટોળાઓ આવે છે અને ખેડૂતોના ઉભા મોલ જેવાકે બાજરો, મગફળી, કપાસ, એરંડાને ખુંદી નાખે છે અને ચરી જાય છે જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. આ પરિસ્થિતિ દિવસે-દિવસે વધતી જતી હોય આ વિસ્તારના ખેડૂતો વન્ય પ્રાણીઓના ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા હોય તાલાલા પંથકના ખેડૂતોની આ સમસ્યા અંગે તાકિદે પરિણામ લક્ષી કાર્યવાહી કરી ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માંગણી પત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે. વૃક્ષારોપણ કાર્યક્રમ તાલાલા તાલુકાના ચિત્રાવડ ગિર ગામે ડાયમંડ હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ શાળામાં ચાલતી ઈકો કલબ અને પર્યાવરણ જાળવણી સમિતિની કામગીરીના ભાગરૂપે શાળાના શિક્ષક તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા વિવિધ પર્યાવરણને લગતી પ્રવૃતિઓ દર વર્ષે હાથ ધરવામાં આવે છે. જેમાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પ્રાકૃતિક શિબીરો તથા વૃક્ષારોપણ વગેરે પ્રવૃતિઓ શાળા કક્ષાએ દર વર્ષે થતી હોય છે. તે અનુસાર આ વર્ષે પણ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર અમીબેન દોશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં એસ.વી.એસ જુથના કન્વીનર ધીરૂભાઈ મકવાણા તથા તાલાલા વિસ્તારના રેન્જના આર.એફ.ઓ. બારડ તથા ચિત્રાવડ ગામના ઈસ્માઈલી જમાતના મુખી કામળીયા તથા ન.પા. હાઈસ્કૂલ તાલાલાના ઈકો કલબના ઈન્ચાર્જ આર.વી. ભેંસદળીયા ઉપસ્થિત રહેલ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શાળાના વિશાળ પટાંગણમાં વિવિધ રોપાનું વાવેતર કરવામાં આવેલ.
No comments:
Post a Comment