Friday, February 25, 2011

ગિરનાર રોપ-વેને મંજૂરીઃ વિરોધ અને તરફેણ

Source: Divya bhaskar.com   |   Last Updated 4:33 PM [IST](07/02/2011

- એક વર્ગ તરફેણ કરે છે તો એક વર્ગ વિરોધ કરે છે
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરીને કારણે જ્યાં સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી છે ત્યાં કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટથી ગુજરાત અને ખાસ કરીને સ્થાનિક સ્તરે શું અસર થઈ શકે છે તે અંગે ભાસ્કર ડોટ કોમ દ્વારા મંગાવવામાં આવેલા મંતવ્યમાં નાગરિકોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

અહી પ્રસ્તુત છે કેટલાક વાંચકોના મંતવ્યઃ
આ ખરેખર આવકારદાયક સમાચાર છે. સ્થાનિક સ્તરે આ પ્રોજેક્ટને કારણે સ્થિતિ સુધરશે. રોપ-વે બનશે તો વધારે પ્રવાસીઓ આવશે અને સ્થાનિકોની આવકમાં પણ વધારો થશે. નવી રોજગારી પણ સર્જાશે.
- અલ્પા ઉનડકટ, જૂનાગઢ

આ પ્રોજેક્ટથી ગિરનારની યાત્રા વધારે સરળ બનશે પણ રોપ-વેમાં બાળકો ઉપરાંત એવા યાત્રાળુઓને જ બેસવાની મંજૂરી મળવી જોઇએ કે જેઓ શારીરિક રીતે અશક્ત છે. આવા પ્રોજેક્ટથી જંગલ વિસ્તારને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.
- મૌલિક દવે, અમદાવાદ

ગિરનાર જેવા પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવનારા સ્થળોએ આવા પ્રોજેક્ટથી પવિત્રતામાં ઘટાડો થશે. નાગરિકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કરવો જોઇએ.
- બિપીન મહેતા, સુરત

આ ખોટું છે. ગિરનાર રોપ-વેની કોઇ જરુર નથી. રોપ-વે બંધાશે તો ત્યાં વિદેશીઓ પણ આવશે. ગિરનાર એ હિન્દુઓ અને જૈનોનું પવિત્ર તીર્થસ્થાન છે. કદાચ ત્યાં અપવિત્ર પ્રવૃત્તિઓ પણ વધી શકે તેમ છે. જ્યાં પગપાળા જવાની મજા હોય ત્યાં રોપ-વેમાં જવાની મજા નહીં આવે.
- મનિષ દોશી, મુંબઈ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK--1827786.html

No comments: