Friday, February 25, 2011

સાડા પાંચ ફૂટનો ખૂંખાર દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ.

વેરાવળ તા.૨૦ :
વેરાવળ-સુત્રાપાડા પંથકમાં દિપડાનો ત્રાસ વધી ગયો છે. ચાર દિવસ પહેલા એક ગાયનુ મારણ કરનાર દિપડાને વનવિભાગે પાંજરૃ ગોઠવી ગઇ રાત્રીના આબાદ ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ પણ લોઢવા અને બોસનમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
વેરાવળ સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં દિપડા વસવાટ કરવા લાગ્યા હોઈ તેમ રોજ લગભગ રોજિંદી ફરિયાદો વનવિભાગને મળી રહી છે. ચાર દિવસ પહેલા સુત્રાપાડાના અમરાપુર ગામે પ્રતાપભાઇ લાખાભાઇ બારડની વાડીમાં દિપડાએ પ્રવેશી ગાયનુ મારણ કર્યુ હતું.
આ અંગે વનવિભાગમાં ફરિયાદ કરતા વેરાવળ આરએફઓ પડશાલાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા ફોરેસ્ટર એન.એચ.પટેલ તથા આઇ.એ. સમેજા અને ટીમે મારણ સાથે પાંજરૃ મૂકતા મારણની લાલચે પાંચ વર્ષનો ખૂંખાર  દિપડો આબાદ ઝડપાઇ ગયો હતો. આ દિપડો સાડા પાંચ ફુટ લાંબો અને ભારે ઘૂરકિયા કરતો જોવા મળ્યો હતો. આ દિપડાને સાસણ ગીર અનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. દિપડો પકડાઇ જતા ગ્રામજનોમાં હાશકારાની લાગણી છવાઇ હતી. હજુ પણ લોઢવા અને બોશનમાં આ અંગે ફરિયાદ મળતા દિપડાને પકડવા માટે પાંજરૃ ગોઠવી દેવાયાનું જાણવા મળ્યુ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=264938

No comments: