Friday, February 25, 2011

સક્કરબાગમાં બે બાળ ઘુડખરનું આગમન થયું.

 જૂનાગઢ, તા.૧૮
વિશ્વભરમાં એક માત્ર કચ્છના રણમાં ઘૂડખર જોવા મળે છે. લુપ્ત થતી આ પ્રજાતિના બે બાળ ઘુડખરનું જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં આગમન થતાં ઘૂડખરની સંખ્યા વધીને ૧૪ સુધી પહોંચી છે. સક્કરબાગના નિયામક વી.જે. રાણાના જણાવ્યા અનુસાર એક નર અને એક માદા બચ્ચાઓ ઝૂમાં નવા મહેમાન તરીકે આવ્યા છે. આખા ડાબલા(ખરી) વાળી પ્રજાતિના ઘુડખરની માદા એક વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યા બાદ માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે. રપ વર્ષ સુધીનુું આયુષ્ય ધરાવતા આ પ્રાણીઓનો મૂખ્ય ખોરાક રણ વિસ્તારની ક્ષારીય વનસ્પતિ તથા દેશી બાવળની શીંગ છે. સક્કરબાગમાં ઘુડખરને ગદબ, મકાઈ, જૂવાર વગેરે ખોરાક આપવામાં આવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=264474

No comments: