Friday, February 25, 2011

ગીરીતળેટીને સ્વચ્છ રાખવા પ્લાસ્ટિક રાખજો દૂર.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:20 AM [IST](24/02/2011
ભકિત,ભોજન અને ભજનનાં ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રિનાં મેળામાં દેશનાં ખૂણે-ખૂણેથી લાખો ભાવિકો ઉમટી પડે છે. દર વર્ષે ગિરી તળેટીમાં હજારોટન કચરો-પ્લાસ્ટીક ઠલવાય છે. જે પર્યાવરણ અને પ્રાણી સૃષ્ટિ માટે ખતરનાક છે.
ત્યારે લોકો પ્લાસ્ટીક ત્યજી ઈકો ફેન્ડલી મેળો ઉજવે એ બાબતે સાધુ સંતોએ અપીલ કરી છે. જેના પર ‘દિવ્ય ભાસ્કરે’ ભાર મુકયો સાધુ સંતોએ પણ આ મુદ્દે લોકોને અપીલ કરી છે. લોકો દ્વારા શરૂ થયેલા પ્રયત્નો ક્રાંતિ લાવી શકે. ભાવિકો પોતાનાથી જ શરૂઆત કરી મેળામાં પ્લાસ્ટીક ન લાવી ગિરી તળેટીને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહભાગી બને.
સંસ્થાઓ-છાત્રો આગળ આવે : ગોપાલા નંદજી
મેળામાં લાખો ભાવિકો આવે છે ત્યારે પ્લાસ્ટીક અને કચરાને ગિરી તળેટીથી દુર રાખજો તેમ કહી ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં પ્રમુખ મહંત ગોપાલા નંદજીએ જણાવ્યું હતું કે, મેળા દરમ્યાન પ્લાસ્ટીક અને કચરો ન થાય એ માટે સામાજીક સંસ્થાઓ અને શાળાઓ આગળ આવે તે પણ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પ્લાસ્ટીક પર સદંતર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. પરિક્રમા વખતે આવો હુકમ હતો પરંતુ અમલવારી થઈ ન હતી. આ વખતે કરાવવી જોઈએ.
પ્લાસ્ટિક પ્રાણીઓ માટે જોખમી : ઊઠ
પ્લાસ્ટીકનો કચરો જંગલમાં હોય એ વન્યપ્રાણીઓ માટે અતિ જોખમી ગણાય અને આ વખતે ઉતારાઓને પરવાનગી આપતી વખતે જ મેળો પૂર્ણ થયા બાદ પોતાની જગ્યા સાફ કરી હોવાનું પ્રમાણપત્ર વનવિભાગ પાસેથી મેળવવાનું ફરજીયાત બનાવ્યું હોવાનું ડી.એફ.ઓ. અનિતાકર્ણએ જણાવ્યું હતું.
લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?
- પ્લાસ્ટીકની બેગ, ગુટખા, પાઉચ, પાનમાવાની કોથળી, નાસ્તાની કોથળીઓ વગેરે મેળામાં ન લાવવું.
- કચરો કચરા પેટીમાં જ નાંખવો.
- અન્ય ભાવિકોને પણ કચરો ન કરવા અપીલ કરવી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-plastic-dont-take-in-giri-taleti-for-keep-clean-1878729.html

No comments: