ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢનાં વિકાસમાં જેનો મહત્વનો ભાગ છે એવા ગિરનાર રોપ-વેની કામગીરી વર્ષોથી અદ્ધરતાલ છે. આ પ્રોજેકટ સાકાર થાય તે માટે રોપ-વે જાગૃતિ સમિતી કાર્યરત થઇ છે. ત્યારે સમિતી દ્વારા આવતીકાલે સાંજનાં પ૧ દિપ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે અને ગિરનાર રોપ-વે સાકાર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે.
જૂનાગઢનો વિકાસ પ્રવાસન ઉપર આધારીત છે. વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાત લે છે. તેમજ ગિરનાર પર્વત ચઢતા હોય છે. ગિરનાર પર આવતા પ્રવાસીઓ માટે ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. તેનુ ખાતમુહૂર્ત પણ થઇ ગયું છે. પરંતુ ગિરનાર રોપ-વેની કાર્યવાહી આગળ વધતી નથી. ગિરનાર રોપ-વે યોજના સાકાર થાય તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શિવરાત્રિનાં મેળામાં રોપ-વે જાગૃતિ સમિતી સહિ ઝૂબેશ કરવામાં આવી રહી છે. ગિરનાર રોપ - વે સાકાર કરવા માટે રોપ -વે સમિતી અને ગાયત્રી શકિત પીઠ દ્વારા તા. ૨૭ એપ્રિલનાં સાંજનાં ૬ વાગ્યે જિલ્લા પંચાયતનાં ગેસ્ટ હાઉસ સામેની જગ્યામાં પ૧ દિપ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમિતીનાં તનસુખગીરી બાપુ, વિજય કિકાણી, શરદભાઇ આડતીયા, સરોજબેન ભટ્ટ, સીયારામ ધુન મંડળ, સત્યમ સેવા યુવક મંડળ, બાબા મિત્ર મંડળ, વાધેશ્વરી માતાજી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે
No comments:
Post a Comment