Bhaskar News, Kodinar | Apr 30, 2014, 02:07AM IST
-અગાઉ પણ આ પંથકમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઝડપાયા હતા
- વનતંત્ર દોડયું : નદીને કાંઠે શિકાર કરે તે પૂર્વે સકંજામાં
કોડીનારનાં પણાંદર ગામમાં નદી કાંઠે સસલાનો શિકાર કરે એ પૂર્વે જ બે શખ્સોને વન વિભાગે ઝડપી લીધા હતાં.પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારનાં પણાંદર ગામનાં મનુ બોઘા (ઉ.વ.૩પ) અને બાલુ ભીખા (ઉ.વ.૩૨)નામનાં બે શખ્સો ગામની ગોમા નદી કાંઠે સસલાનો શિકાર કરવા પહોંચ્યા હતાં અને જાળ પાથરી સસલાનો શિકાર કરે એ પૂર્વેજ ફેરણીમાં નિકળેલા વન વિભાગનાં છારા બીટનાં ફોરેસ્ટર એમ.એમ. ભરવાડ, મનસુખ પરમાર, વિનુબાપુ સહિતનાં સ્ટાફે આ બંને શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી રૂા.બે-બે હજારનાં જામીન પર મુકત કરી દીધા હતાં.ઉલ્લેખનીય એ છે કે, અગાઉ પણ કોડીનાર આસપાસ અને દરીયાઈ પટ્ટીનાં ગામોનાં વિસ્તારોમાં સસલાનો શિકાર કરવાનો ગેરકાયદેસર ધંધો અજમાવતા શખ્સે ઝડપાયા હતા.

No comments:
Post a Comment