DivyaBhaskar News Network | Sep 26, 2014, 07:45AM IST
ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને નેશનલ પાર્કથી 10 કિ.મી.ની ત્રીજ્યાનો નવો બફર વિલેજ ઝોન વન વિભાગે તૈયાર કર્યો હોય સેન્સેટીવ ઝોન અમલમાં આવે તો ત્રણ જિલ્લાનાં આઠ તાલુકા અને 250 થી વધુ ગામડાઓમાં નવા કાયદા અસ્તિત્વમાં આવે જેમાંથી ઉદ્યોગો, ખનન, ડેમ, તળાવ, હેવી વીજલાઇનો સ્થાપિત કરવા ઉપર નિયંત્રણ આવી જાય તેમજ બીનખેતી અને બાંધકામો માટે જટીલ સમસ્યાઓ ઉભી થાય તેવી સ્થિતી ઉત્પન્ન થવાની સંભાવના અંગે દિવ્યભાસ્કરે રજૂ કરેલા અહેવાલો બાદ નવા સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ વિરોધ ઉઠવાનું શરૂ થયેલ ગુંદરણ ગ્રામ પંચાયતનાં સરપંચ ભીમશીભાઇ બારડની અધ્યક્ષતામાં મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઇકો સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ ઠરાવ કરવામાં આવેલ ઘુંસીયા ગ્રામ પંચાયતની સરપંચ ભરત વાળાની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં પણ ઇકો સેન્સેટીવ ઝોનથી લોકોને મુશ્કેલી પડનારી હોય આઅંગે નવા 10 કિ.મી.ની ત્રીજ્યા વાળા ઇકો સેન્સેટીવ વિલેજ બફર ઝોન વિરૂદ્ધ ઠરાવ કરી બંને ગ્રામ પંચાયતોએ સંબંધીત વિભાગોને ઠરાવની વિગતો મોકલી આપવાની કામગીરી કરેલ.
ઉલ્લેખની છે કે, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાની સાથે તાલાલા પંથકનાં ગામડાઓમાં પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનો દોર શરૂ થયો છે. અને સરપચં સહિત હોદ્દેદારો દ્વારા નવા ઝોન ગામડાનો વિકાસ રૂંધસે તેમ કહી વિરોધ દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી રહ્યાં છે.
{ વનવિભાગનાં સૂચિત બફર વિલેજ ઝોનની દરખાસ્ત થતાની સાથે વિરોધ
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-074503-614143-NOR.html
No comments:
Post a Comment