DivyaBhaskar News Network | Sep 28, 2014, 05:50AM IST
તાલાલાસહિત ગીર-સોમનાથનાં ઊના-કોડીનાર-ગીરગઢડા, જૂનાગઢનાં મેંદરડા માળીયા-વિસાવદર, અમરેલીનાં ધારી-ખાંભા સહિતનાં તાલુકા અને તાલુકા હેઠળનાં 250 થી વધુ ગામડાઓનો વિકાસ અવરોધવા સમાન 10 કિ.મી.ની ત્રીજ્યાવાળા સુચિત બફર વિલેજ ઇકો સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ તાલાલા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ એકી સાથે થયું છે. સુચિત ઝોનનો વિરોધ કરતો ઠરાવ તાલાલા તાલુકા પંચાયતમાં સર્વાનુમતે ઠરાવી કરી પ્રચંડ વિરોધ દર્શાવ્યો છે.
શુક્રવારે તાલાલા તાલુકા પંચાયતની બેઠક મહિલા પ્રમુખ ભાવનાબેન રાજેશભાઇ વાગડીયાનાં અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં ઉપપ્રમુખ પુનાભાઇ મનુભાઇ બાંભણીયા (પીખોર), આંબળાશ બેઠકનાં સદસ્ય રાધાબેન બચુભાઇ ચાંડેરા, આંકોલવાડી બેઠકનાં રતીભાઇ બોરીચા, ધણેજ-બાકુલા બેઠકનાં ગીતાબેન વિજયભાઇ કામળીયા, બોરવાવ બેઠકનાં હેમલતબેન ભીમજીભાઇ બાબરીયા, ચીત્રાવડ બેઠકનાં નીજારભાઇ મમદભાઇ સમનાણી, ગાભા બેઠકનાં પાનીબેન દેવસીભાઇ સોલંકી, ઘુંસીયા બેઠકનાં પાનીબેન ભરતભાઇ વાળા, હડમતીયા બેઠકનાં વૃજલાલ પોપટભાઇ હિરપરા, જાવંત્રી બેઠકનાં જમનભાઇ પરબતભાઇ અજુડીયા, માધુપુર-જાંબુર બેઠકનાં બચુભાઇ રીમભાઇ મકવાણા, રમળેચી બેઠકનાં છગનભાઇ હરીભાઇ ત્રાંબડીયા, રામપરા બેઠકનાં વિજયભાઇ સવદાસભાઇ ગોહેલ, સાસણ બેઠકનાં દેવાયતભાઇ દેવશીભાઇ વાઢેર, સેમરવાવ બેઠકનાં દુદાભાઇ હમીરભાઇ સોંદરવા, સુરવા-જશાપુર બેઠકનાં કિશોરભાઇ દુદાભાઇ કપુરીયા તમામ સદસ્યો ઉપરાંત તાલાલા તાલુકા વિકાસ અધિકારી બિજલભાઇ મકવાણા બેઠકમાં ઉપસ્થિત રહેલ. બેઠકમાં 10 કિ.મી. વાળા નવા ઝોનથી નિયંત્રણ હેઠળનાં વિસ્તારોમાં મોટા ડેમ, તળાવો, ઉદ્યોગો, વીજલાઇનો સ્થાપિત કરવા ઉપરાંત બિનખેતી અને બાંધકામની પ્રક્રીયા મુશ્કેલીરૂપ બને તેમ હોય વિકાસને અવરોધવા સમાન 10 કિ.મી.ની ત્રીજ્યાવાળા સુચિત ઇકો સેન્સેટીવ ઝોન તાલાલા તાલુકા સહિત સંબંધિત તાલુકા અને ગામડાઓનો વિકાસ રૂંધાઇ જાય અને લોકો મુશ્કેલીમાં મુકાઇ શકે તેવી સ્થિતીનું નિર્માણ થવાની શકયતાઓને ધ્યાને લઇ તાલાલા તાલુકા પંચાયતનાં ભાજપ-કોંગ્રેસનાં મળી કુલ સત્તર સદસ્યોએ અેકી સૂરે સુચિત ઝોનનો વિરોધ કરી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવનું પ્રોસેડીંગ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે.
તાલાલામાં બફરઝોનનો વિરોધ
વિરોધ| ઇકો સેન્સેટીવ ઝોન વિરૂ
No comments:
Post a Comment