Tuesday, September 30, 2014

સાસણ(ગીર)ની હોટેલને વાઈન શોપની મંજૂરી, પ્યાસીઓને પસંદગીનો મળશે દારૂ.

Jitendra Mandavia, Talala | Sep 28, 2014, 02:09AM IST
સાસણ(ગીર)ની હોટેલને વાઈન શોપની મંજૂરી, પ્યાસીઓને પસંદગીનો મળશે દારૂ
- તાજ રિસોર્ટસને મંજૂરી મળી : પ્રવાસનને વેગ આપવા માટેનો મહત્ત્વનો નિર્ણય
- અન્ય રાજ્યોના અને વિદેશી પ્રવાસીઓ માટે સાસણગીરમાં  વધારાનું આકર્ષણ ઉપલબ્ધ થશે

તાલાલા: ગીર જંગલની મુલાકાતે આવતા અને દારૂની  પરમીટો ધરાવતા પ્રવાસીઓ માટે જંગલમાં મંગલ થઇ શકે તેવા સમાચારો આવ્યા છે. સાસણ(ગીર)માં હોટલ ઉદ્યોગનાં ટોચનાં તાજ ગૃપની માલીકીનાં તાજ રીસોર્ટમાં દારૂ વેંચવાની છૂટ મળી હોય ટુંક સમયમા વાઇન શોપ શરૂ થશે અને પ્યાસીઓને પસંદગીનો દારૂ મળી શકશે.

 સાસણ(ગીર) હોટલ એસોસીએશન દ્વારા પ્રવાસનને વધારવા અને ગુજરાત બહારનાં અન્ય રાજયોનાં ટુરીસ્ટો અને વિદેશી ટુરીસ્ટોને ગીર જંગલ પર્યટન તરીકે ખુબ ગમતું હોય પરંતુ ગીર અભયારણની મુલાકાતે આવતા પ્રવાસીઓને સાસણની ટોચની હોટલમાં વાઇન શોપ ન હોવાથી પ્રવાસની પુરતી મજા આવતી ન હોય ટુરીસ્ટ પોઇન્ટને લગતી તમામ સુવિધા પુરી પાડવા દેશ-વિદેશનાં પ્રવાસીઓમાંથી થતી રજૂઆતને સાસણ હોટેલ એસો.ને સાસણની મુલાકાતે આવેલા પર્યટન મંત્રી  સૌરભભાઇ પટેલ સમક્ષ અસરકારક રજૂઆતો કરેલ ત્યારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને પ્રવાસીઓને કે જેમની પાસે દારૂની પરમીટો છે તેમને સાસણમાં જ વિદેશી દારૂ મળી શકે તે માટે તાજ ગૃપની તાજ રીસોર્ટને  વાઇન શોપની મંજૂરી અપાઇ હોવાનું તાજ રીસોર્ટનાં સુત્રો અને હોટલ એસોસીએશનનાં પ્રમુખ મુકેશભાઇ મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.  15 ઓકટોબરે ગીરનાં દ્વાર ખુલશે ત્યારે સંભવત: તાજ રીસોર્ટમાં વાઇન શોપ કાર્યરત થઇ જશે.
હજુ બે હોટેલોને મંજૂરીની સંભાવના

સાસણની તાજ ઉપરાંત ગીર જંગલ લોજ અને અમીધારા રીસોર્ટએ પણ દારૂનાં વાઇનશોપની મંજૂરીઓ માંગી હતી અને આ બંને હોટેલને પણ મંજૂરી મળવાની સંભાવના છે.

એસલ-1, એસલ-ર બંને પરમિટો મળી

વાઇન શોપની મળેલી મંજૂરીમાં એસલ-1 અને એસલ-2 બંને પ્રકારનો સમાવેશ થાય છે.  હોટલમાં રોકાણ કરનાર પરમીટ ધારકોને મનગમતો દારૂ તેમજ ઇમ્પોર્ટેડ અને ભારતીય દારૂ પણ મળશે તેમજ હોટલમાં રોકાણ કરનાર પ્રવાસીઓને તો દારૂ મળશે જ પણ ગુજરાત સરકારનાં નશાબંધી વિભાગનાં નિયમો મુજબ  હોટલમાં નહી રોકાનાર લોકો કે જેમની પાસે દારૂની પરમીટો છે તેમને નિયમ મુજબની ફોર્માલીટી બાદ તાજ હોટેલમાં દારૂ મળી શકશે.

No comments: