Bhaskar News, Talala | Sep 30, 2014, 01:56AM IST
- ધણેજમાં વીજળી પડતાં બેનાં મોત
- ગીરપંથકમાં વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે ખાના ખરાબી સર્જી
- દાઝી જતાં અન્ય ત્રણ ગંભીર: કડવા પાટીદાર અને કોળી સમાજમાં ઘેરો શોક
- દાઝી જતાં અન્ય ત્રણ ગંભીર: કડવા પાટીદાર અને કોળી સમાજમાં ઘેરો શોક
તાલાલા: તાલાલા તાલુકામાં આજે બપોરે સાડા ત્રણ વાગ્યાનાં સુમારે ભારે મેઘગર્જના અને વિજળીનાં જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ થતાં વરસાદથી બચવા ઝડાની બનાવેલી ઝૂપડી હેઠળ ઉભેલા પાંચ લોકો ઉપર વિજળી ત્રાટકતા બે ખેડૂતનાં મોત થઇ ગયા હતા. અને ગંભીર ઇજા પામેલા ત્રણ લોકોને સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિદાય લઈ રહેલા ચોમાસાએ જતાં જતાં તાલાલા પંથકમાં બે િજંદગીનો ભોગ લીધો છે. તાલાલા પંથકનાં ધણેજ (બાકુલા)ગામનાં કડવા પાટીદાર ખેડૂત અતુલભાઇ ખુશાલભાઇ સંતોકી (ઉ.વ.40)આજે બપોરે ખેતરે હતા ખેતરમાં પાકને પાણી આપવા મોટર ચાલુ કરેલ ત્યાં વરસાદ શરૂ થતા બાજુમાં રામજીભાઇ લખમણભાઇ વાઢેર કોળીનાં ખેતરમાં ઝાડની બનાવેલી ઝૂપડી હેઠળ વરસાદથી બચવા ગયેલ ત્યાં ઝૂપડી હેઠળ રામજીભાઇ અને તેમનો પુત્ર રણજીતભાઇ રામજીભાઇ વાઢેર (ઉ.વ.22) તેમના પત્ની મંજુલાબેન રામજીભાઇ વાઢેર (ઉ.વ.42) અને સંબંધીનો પુત્ર જયેશ દેવાભાઇ ચુડાસમા (ઉ.વ.15) રહે. ઘુંસીયા આ બધા ઉભા હતા પરંતુ એજ ઝૂંપડી પર વીજળી ત્રાટકતા અતુલભાઇ ખુશાલભાઇ સંતોકી (ઉ.વ.40) અને રણજીતભાઈ વાઢેરના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.
No comments:
Post a Comment