Tuesday, September 30, 2014

શહેરનાં પ્રવાસન વિકાસ માટે 2010 પછી ગ્રાન્ટ નથી આવી.

શહેરનાં પ્રવાસન વિકાસ માટે 2010 પછી ગ્રાન્ટ નથી આવી

DivyaBhaskar News Network | Sep 27, 2014, 06:35AM IST
25સપ્ટેમ્બર ને વર્લ્ડ ટુરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇતિહાસમાં જૂનાગઢનું નામ પ્રાચીન ધરોહર અને સંસ્કૃતિની જાળવણીમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસન વિભાગ હસ્તકનાં ઉપરકોટ અને ગિરનાર-ભવનાથની મુલાકાતે આવે છે. પ્રવાસન સ્થળનાં વિકાસ માટે વર્ષ 2010 પછી ગ્રાન્ટ મળી નથી. પરીણામે જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઇ પ્રકારની સુવિધા મળતી નથી.

જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વર્ષે લાખ્ખો લોકો ગિરનાર-ભવનાથ, ઉપરકોટ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે.પરંતુ જૂનાગઢનાં પ્રવાસન સ્થળની હાલત એવી છે કે પ્રવાસીઓને નિરાશા સાંપડી રહી છે. એક તરફ સ્થળો જૂનાગઢની આર્થિક કરોડરજજુ પણ છે. છતા આજ સુધી જૂનાગઢનાં પ્રવાસન સ્થળોનો વિકાસ જેવો જોઇએ એવો થયો નથી. જૂનાગઢમાં પ્રવાસન વિભાગની એન્ટ્રી થતાં આવા સ્થળનાં વિકાસ અંગે ચોંકાવનારી વિગતો મળી છે. વર્ષ 2010 પછી એક પણ રૂપિયાની ગ્રાન્ટ આવી નથી. જેના કારણે પ્રવાસન સ્થળનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. અહીં આવતા પ્રવાસીઓને સુવિધા પણ મળતી નથી. જૂનાગઢનાં ઉપરકોટ, ભવનાથ, ગિરનાર પર વર્ષે દહાડે 10 લાખ કરતાં વધારે લોકો મુલાકાત લેશે. ગ્રાન્ટનાં અભાવે પ્રવાસન સ્થળનો વિકાસ થઇ શકતો નથી.

ઉપરકોટમાં હાલની સ્થિતી

જૂનાગઢમાંઉપરકોટનીહાલતની સ્થિતી ખરાબ છે. અહીં ઠેર-ઠેર દબાણ થઇ ગયું છે. મેઇન ગેઇટ થી લઇને છેક અડી કડી વાવ સુધી લારી-ગલ્લા ખડકી દેવામાં આવ્યા છે. તેમજ શૌચાલય પણ બંધ છે. બગીચાની હલાત દયનીય બની ગઇ છે. પાર્કીંગની પણ યોગ્ય વ્યવસ્થા નથી.

લાઇટસાઉન્ડ શો પણ બંધ

જૂનાગઢનાંઉપરકોટમાંબે કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બનાવવામાં આવ્યો છે. જે હાલ બંધ હાલતમાં પડ્યો છે. જેનાં કારણે અહીં આવતા પ્રવાસીઓ નિરાશ વદને પરત થાય છે.

પ્રવાસન ક્ષેત્રનેવેગવંતું કરવા માટે મહત્વનો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ વર્ષોથી લટકી રહ્યો છે. પ્રોજેકટ આગળ વધતો નથી. જેના કારણે અન્ય સ્થળનો પણ વિકાસ રૂંધાઇ રહ્યો છે.

રોપ-વે અદ્ધરતાલ

શહેરનાં ફરવાલાયક સ્થળનો વિકાસ ક્યારે ?

ઉપરાંતનરસિંહ મહેતા તળાવ, વિલીંગ્ડન ડેમ, ડેમની બાજૂનો બગીચો વગેરે સ્થળ કોર્પોરેશન હસ્તક આવે છે. છતા તેનો જોઇએ એવો વિકાસ થયો નથી. સ્થળો પણ વિકાસ ઝંખે છે.

પુરાતત્વ હસ્તકનાં સ્થળ પણ ઝંખે છે વિકાસ

પ્રવાસનવિભાગઉપરાંત પુરાતત્વ હસ્તકની બોદ્ધ ગુફાઓ, અશોક શિલાલેખ, મકબરા, વગેરે સ્થળની
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-063505-619511-NOR.html

No comments: