- Hirendrasinh Rathod, Khambha
- Mar 23, 2016, 16:17 PM IST
આંબરડી ગામે આવેલ હરિભાઇ ભીમભાઇ બજાણીયા નામના ખેડૂતની વાડીમા ગઇકાલે સિંહે આધેડને ફાડી ખાધાની ઘટના બની હતી. અહી મોટા આંકડીયા ગામના જીણાભાઇ વાલજીભાઇ મકવાણા મજુરો માટે રસોઇ બનાવવાના કામ માટે આવ્યા હતા. રાત્રીના સમયે તેઓ સુતા હતા ત્યારે સિંહ તેમને ઢસડીને દુર લઇ ગયો હતો અને ફાડી ખાધા હતા. બનાવને પગલે વનવિભાગનો સ્ટાફ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.
વનવિભાગે આ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા અહી ત્રણ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ ઘટનાને ચોવીસ કલાક વિતી ગયા બાદ પણ હજુ આ માનવભક્ષી સિંહ પાંજરે સપડાયો નથી જેના કારણે ખેડૂતો અને આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગામોમા રાત્રીના સમયે વાડી ખેતરોમાં મજુરો અને ખેડૂતો પાકનુ રક્ષણ કે કામગીરી કરતા હોય છે ત્યારે સિંહ, દિપડાઓ પણ અવારનવાર વાડી ખેતરોમાં આંટાફેરા મારી હુમલો કરતા હોય ખેડૂતોમા સતત ભય રહે છે ત્યારે આ માનવભક્ષી સિંહને તાકિદે પાંજરે પુરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.
ગઇકાલે આંબરડી પાર્કથી 3 કિ.મી.દૂર સીમ વિસ્તારમાં ખુલ્લામાં સુતેલા આધેડને સિંહે ફાડી ખાધાની ઘટનાથી ખેડૂતો ભયનો અનુભવ કરી રહ્યા છે અને વન તંત્ર આ માનવભક્ષી સિંહને પકડવા દિવસરાત એક કરી રહ્યું છે.
ખેડૂતો વાડી ખેતરોમાં જાતા ફફડી રહ્યા છે
વનવિભાગે આ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા અહી ત્રણ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ ઘટનાને ચોવીસ કલાક વિતી ગયા બાદ પણ હજુ આ માનવભક્ષી સિંહ પાંજરે સપડાયો નથી જેના કારણે ખેડૂતો અને આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગામોમા રાત્રીના સમયે વાડી ખેતરોમાં મજુરો અને ખેડૂતો પાકનુ રક્ષણ કે કામગીરી કરતા હોય છે ત્યારે સિંહ, દિપડાઓ પણ અવારનવાર વાડી ખેતરોમાં આંટાફેરા મારી હુમલો કરતા હોય ખેડૂતોમા સતત ભય રહે છે
No comments:
Post a Comment