- Bhaskar News, Amreli
- Mar 28, 2016, 00:36 AM ISTવિસાવદરઃ ગીર જંગલમાં શિકારીઓને વનવિભાગે સબક શીખડાવ્યા બાદ આજ ગીરમાં શીકારીઓનાં વન વિભાગનાં નામથી હાની ગગડી જાય છે. પરંતુ બૃહદગીરમાં આજે નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય વન્યદ પ્રાણીઓનો શિકાર બેરોકટોક બન્યો છે. કારણકે, શિકારીઓ છે માથાભારે. તેની પાસે વન વિભગનો પન્નો ટુંકો પડતો હોય તેમ કાર્યવાહી થતી નથી. જેથી પ્રકૃતીપ્રેમીઓએ મહામહેનતે આ શિકારીઓને ખુલ્લા પાડવા અથાગ પ્રયત્નો કર્યા બાદ ફોટા પાડવામાં સફળતા મેળવી છે અને જે ફોટા આજકાલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયા બાદ પણ વન વિભાગ શિકારીઓને મ્હાત કરવામાં શરમ અનુભવી રહી છે.- નિલગાય, સસલાનો શિકાર કરતી ટોળકીનાં ફાંસલામાં સિંહ ફસાયતો ? વન વિભાગ સમગ્ર બાબતે વાકેફ
બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજુલા પંથકનો એક માથામારે શખ્સ વન્યપ્રાણીઓનાં શિકાર કરી તેનું માસ વેંચવા માટે જ ગવિખ્યાત છે. આ માથાભારે શિકારીનું મસમોટું નેટવર્ક છેલ્લ ઘણા સમયથી અમરેલી થી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં બે રોકટોક ચાલી રહ્યું છે. જેમાં, રાજુલા, જાફરાબાદ, લીલીયા, કાંક્રચ સહિતનાં વિસ્તારોમાં નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય પક્ષી, પ્રાણીઓનાં શિકાર ખુલ્લેઆમ થાય છે. જે બાબથી વન વિભાગનાં ઘણાખરા અધિકારીઓ, કર્મચારીઓ પણ સામેલ છે. જેમાં મોટાભાગનાં પૈસાથી અને ઘણા ખરા માથાભારે શીકારીનાં ડરથી થરથર ધ્રુજે છે. આ શિકારીને પકડવા માટે પ્રકૃતિ પ્રેમીઓએ છેલ્લા ઘણા સમયથી વોચ ગોઠવી હતી. જેની ચારેક દીવસ પહેલા એક ટ્રેકટરને નીલગાયનાં મૃતદેહ સાથે પોલીસે પાસે પકડાવ્યું. પરંતુ વન વિભાગે કઇ કાર્યવાહી નહી કરી અને પોલીસે આજદિન સુધી મુખ્ય શીકારનું નામ પણ ખોલાવી શકી નથી. જેથી તે અવાર-નવાર બચવામાં સફળ થાય છે.પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કામ કરવું પડ્યું
પ્રકૃતિપ્રેમીઓએ ત્રણ દિવસ પહેલા શિકારી શીકારીની ફીરાકમાં હતા. તેવામાં ફોટા પાડવામાં મોટી સફળતા મેળવી લીધી હતી. જે કામ વન વિભાગને કરવાનું હતું. તે કામ પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કરવું પડ્યું હતું. આ સમગ્ર બાબતે પ્રકૃતી પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાએ ધારીનાં ડી.સી.એફ.કૃપા સ્માવને સમગ્ર ફોટો તથા અન્ય વિગતોથી વાકેફ કરવા પ્રયત્નો કર્યા તયારે ડી.સી.એફ. પ્રકૃતિ પ્રેમી શિકારી હોય તેવું વર્તન કરી ફોન કાપી નાખીયો હતો. એક તરફ ગુજરાત સરકારનું વન વિભાગ શિકારીઓને માહિતી માટે લાખો રૂ.નાં ઇનામોની જાહેરાત કરે છે. ત્યારે આવા પ્રકૃતિપ્રેમીઓ પોતાની જાનનાં જોખમે વન વિભાગે કરવાની થતી કામગીરી કરે અને છતાં પણ ડી.સી.એફ. આવી રીતે બેધ્યાન થાય તે નવાઇ વાત કહેવાય.વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા
પ્રકૃતિ પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાનાં જણાવ્યા પ્રમાણે આ શિકારી ટોળકી નિલગાય, સસલા, મોરનો શિકાર કરવા માટે વિદેશી બંધુક, ફાસલા, યુરીયા પુક્ત પાણી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે અને આ ટોળકીનું નેટવર્ક ખુબ જ મોટું હોય માથાભારે હોય જેથી તેને પકડવા ખુબ જ અઘરા છે. નરેન્દ્ર સિંહનાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ શિકારનાં ફોટા રાજુલા પંથકનાં ત્રણ દિવસ પહેલાનાં જ છે. શિકારીઓ વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા હોય જેની કિંમત રૂ.1500 થી 2000 સુધી કીલોનાં ભાવે ખુલ્લેઆમ વેંચી રહ્યા છે. ત્યાર આવા શિકારીઓને શબક શીખવવા માટે કોઇ કડક અધિકારીની ખુબ જ જરૂર છે. કારણ કે, નિલગાય, સસલા અને મોરને ફસાવવા મુકેલા ફાસલામાં ક્યારેક સિંહ કે સિંહનાં બચ્ચ ફસાઇને મોતને ભેટે પછી જ વન વિભાગ કુંભકર્ણની નીંદરમાંથી બહાર આવશે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Thursday, March 31, 2016
અમરેલીથી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં શિકારી ટોળકી સક્રીય, ફોટા થયા વાયરલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment