Thursday, June 30, 2016

અનેક વીટામીન ધરાવે છે કૃષ્ણ ફળ, કેન્સર જેવા રોગ સામે આપે છે રક્ષણ

  • Bhaskar News, Junagadh
  • Jun 27, 2016, 04:47 AM IST
    જૂનાગઢઃ આરોગ્ય માટે લાભદાયક અનેક ફળો કુદરતે માનવને ભેટ સ્વરૂપે આપ્યા છે. જેમાં કૃષ્ણ ફળ કેન્સર, આંખની બિમારી સામે રક્ષણ આપતુ ફળ છે. આ ફળને મોટેભાગે જ્યુસ તરીકે પીવામાં આવતુ હોય છે અને તેમાં વિટામીન-એ 43 ટકા અને લોહ 20 ટકા જેવું રહેલું હોય છે.

    જૂનાગઢની સંસ્થા દ્વારા લોકોને વિનામૂલ્યે કૃષ્ણ ફળનો રોપ આપે છે. આ ફળ પીળું અને જાંબલી રંગનું હોય છે. આ ફળને મોટાભાગે રસ-જ્યુસ તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં પાચક રેસાઓ ખૂબ જ ઉંચા પ્રકારના હોય છે. વિટામીન-એ 43 ટકા, લોહ 20 ટકા, કોપર 9.5 ટકા અને વીટામીન-સી 20 ટકા રહેલુ હોય છે. ફળમાં રહેલા વિટામીનનાં ગુણનાં કારણે કેન્સર જેવા જીવલેણ રોગ સામે પ્રતિકારક શક્તિ મળે છે.
     
    મીઠાનું પ્રમાણ નહીંવત હોવાથી બ્લડ પ્રેશર સામે રક્ષણ મળે, આંખો સામે રક્ષણ મળે, હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખે, ફ્લુ જેવા રોગ સામે રક્ષણ મળે, માનસિક રીતે તણાવ, ચિંતા, અનિંદ્રા જેવા રોગ સામે રક્ષણ મળે છે. શહેરનાં લોકોએ રોપ મેળવવા માટે સર્વોત્થાન ટ્રસ્ટ જોગી સ્વામી હરીપ્રકાશદાસજીનો સંપર્ક કરવો.

No comments: