- DivyaBhaskar News Network
- Jun 15, 2016, 05:35 AM IST
હાલસીંહોની સૌથી વધુ સંખ્યા ગિર પૂર્વનાં અમરેલી જિલ્લાનાં જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં છે. છેલ્લા એક દાયકામાં સૌરાષ્ટ્રનાં 7 જિલ્લાનાં 25 હજાર ચોરસ કિમી વિસ્તારમાં આવેલા 1500 ગામોમાં સીંહોની અવરજવર રહે છે. અમરેલી જિલ્લામાંથી વહેતી શેત્રુંજી નદીનાં પટ્ટ, ગાંડા બાવળનાં જંગલનો કોરીડોર તૈયાર થવા સાથે ભુંડ અને નીલગાય જેવાં પ્રાણીઓની વધુ વસ્તીને લીધે તરફ સીંહોનો ફેલાવો વધુ છે. અગાઉ ગિર પશ્ચિમ વિસ્તારોમાં સીંહોની સંખ્યા વધુ હતી. એમ સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું.
No comments:
Post a Comment