ધારી:ધારી
તાલુકાના સરસીયા વિસ્તારમાં આવેલા વન વિભાગના કરમદડી રાઉન્ડમાં ગઇકાલે
અચાનક ભભુકી ઉઠેલા દવના કારણે વન તંત્ર દોડતુ થઇ ગયુ હતું અને મોડી રાતે
મોટા ભાગનો દવ કાબુમાં આવે તે પહેલા 178 હેક્ટર વિસ્તારમાં વન્ય સૃષ્ટી નાશ
પામી હતી. વન વિભાગના પ્રયાસો બાદ પણ જો કે સવારે છુટા છવાયા વિસ્તારમાં
દવ ધુંધવાતો હતો.
પાંચ ફાયર ફાઇટરની મદદથી આ દવને કાબુમાં લેવા પ્રયાસ કરાયો
ગઇકાલે સરસીયા રેન્જમાં આવતા કરમદડી રાઉન્ડમાં આ દવની શરૂઆત થઇ હતી.દવ જોત જોતામાં રોણીયો ડુંગર, જાબ અને દોંઢી સહીતના વિસ્તારમાં ફેલાઇ ગયો હતો. જો કે વન વિભાગ દ્વારા પાંચ ફાયર ફાઇટરની મદદથી આ દવને કાબુમાં લેવા પ્રયાસ કરાયો હતો. અને વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર રાતના દસેક વાગ્યા સુધામાં મોટા ભાગનો દવ કાબુમાં આવી ગયો હતો જો કે તેના કારણે 178 હેક્ટર વિસ્તારમાં ઝાડ પાન, સુકુ ધાસ છોડ અને અનેક જીવ જંતુનો સફાયો થયો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસે છે અને દવના સંજોગોમાં સાવજો પોતાની સુઝ બુઝથી સલામત સ્થળે ખસી જાય છે.
No comments:
Post a Comment