લીલીયા:લીલીયા
તાલુકાના સાજણટીંબા ગામ નજીક એક સિંહણે બે માસ પહેલા જન્મ આપેલા બે
સિંહબાળ લાંબા સમયથી લાપતા હોવાનુ તાજેતરમા બહાર આવ્યા બાદ હવે આ બંને
સિંહબાળનો પતો મેળવવા વનતંત્ર ઉંધા માથે થયુ છે. વનવિભાગની જુદીજુદી
ટુકડીઓએ છેલ્લા 48 કલાકથી અલગ અલગ દિશામા શોધખોળ કરી હોવા છતા તેની ભાળ મળી
નથી. અહી બે માસ પહેલા એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. સાજણટીંબા
અને અંટાળીયા ગામ વચ્ચે ગાગડીયો નજીક આવેલ સીમ વિસ્તારમા આ ત્રણ બચ્ચા હતા.
જે પૈકી અગાઉ એક સિંહબાળનુ મોત થયા બાદ બાકીના બચ્ચા લાંબા સમયથી નજરે
પડયા નથી.
લાંબા સમયથી બચ્ચાની કોઇ ભાળ મળી નથી
આ
વિસ્તારમા સીમમા ફરતા માલધારીઓને સિંહણ અવારનવાર નજરે પડી છે પરંતુ તેના
બચ્ચા કયાંય દેખાયા નથી. વનતંત્રને પણ લાંબા સમયથી બચ્ચાની કોઇ ભાળ મળી
નથી. સિંહણ સાથે ખરેખર તેના બચ્ચા નજરે પડતા નથી તે સાબિત થતા જ વનતંત્ર
ઉંધા માથે થયુ છે. આ અંગે દિવ્યભાસ્કરના અહેવાલ બાદ છેલ્લા 48 કલાકથી
વનવિભાગની જુદીજુદી ટીમો બચ્ચાની ભાળ મેળવવા જુદાજુદા વિસ્તારમા ઘુમી રહી
છે. સિંહણ પર પણ નજર રખાઇ રહી છે. બંને બચ્ચાના મોત થયા હોય અને તંત્ર અજાણ
રહ્યું હોય તેવી શકયતા પણ જોવાઇ રહી છે.
અગાઉ એક બચ્ચાનું થયું હતું મોત
અહી ગાગડીયા નદીના કાંઠે સીમમા બે માસ પહેલા સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો જે પૈકી એક બચ્ચાનુ અગાઉ જ મોત થઇ ગયુ હતુ.
તંત્ર દ્વારા ચાલી રહી છે શોધખોળ-આરએફઓ
સ્થાનિક આરએફઓ પ્રવિણ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતુ કે ટ્રેકરો સહિતના વનકર્મીઓને અલગ અલગ દિશામા શોધખોળ માટે લગાવાયા છે. શાખપુર, ભોરીંગડા, ક્રાંકચ, સાજણટીંબા સહિતના વિસ્તારમા હાલ તુરંત તો સિંહબાળની ભાળ મળી નથી.
No comments:
Post a Comment