ધારી,અમરેલી:દવની
આ ઘટના સરસીયા રેંજ કરમદડી રાઉન્ડમા બની હતી. અહી રોણીયો ડુંગર, જાબ,
દોંઢી સહિત પાંચથી છ કિમી જેટલો વિસ્તાર દવની ઝપેટમા આવી ગયો હતો. દવની
ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને પાંચથી વધારે ફાયર ફાઇટરોની
પણ મદદ લેવામા આવી હતી. વિકરાળ દવના કારણે મોટા પ્રમાણમા વન્યજીવ સૃષ્ટિને
નુકશાન
થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પવનના કારણે દવ વધુ વિસ્તારમા પ્રસરી ગયો
હતો અને કુદરતી સૃષ્ટિ બળીને ખાક થઇ ગઇ હતી. જો કે હજુ સુધી આ દવ કાબુમા
આવ્યો ન હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. હાલ દવને ઓલવવા વનવિભાગના કર્મીઓ,
ફાયર ફાઇટર તેમજ આસપાસના ગામ લોકોની પણ મદદ લેવામા આવી રહી છે.
જંગલ વિસ્તારમા દવ ભભુકી ઉઠતા અને વિકરાળરૂપ ધારણ કરતા ધારી સહિત સુખપુર,
સરસીયા, કરમદડી, અમૃતપુર, જીરા સહિતના ગામોની અગાસીમાથી લોકોને દવના લબકારા
જોવા મળ્યાં હતા.
આઠ કિમી દુરથી દવના લબકારા દેખાયા
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-jungle-catches-fire-at-dhari-gujarati-news-5575737-NOR.html
No comments:
Post a Comment