અમરેલી/ધારી:ગીર
પૂર્વની સરસીયા રેંજમાં આંબરડી ગામની સીમમાં આજે એક વાડીના કૂવામાંથી
કોહવાઇ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણનું મોત ત્રણેક
દિવસ પહેલા કૂવામાં પડી જવાના કારણે થયુ હતું. આંબરડી પાર્કની બાજુમાં જ આ
ઘટના બની હોવા છતાં ત્રણ દિવસ સુધી વનતંત્રને તેની ખબર પડી ન હતી.
જીલ્લાના રેવન્યૂ વિસ્તારમાં વધુ એક સિંહણનું કમોત થયુ છે.
કૂવામાં સિંહણનો મૃતદેહ પડયો
આજે
ધારી નજીક સરસીયા રેંજમાં આવતા આંબરડી ગામની સીમમાં નસીયા વિસ્તારમાં
આવેલી બાબુભાઇ કાતરીયાની વાડીમાં કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
આજે વનતંત્રને બાતમી મળી હતી કે વાડીના કૂવામાં એક સિંહણનો મૃતદેહ પડયો છે.
જેને પગલે એસીએફ સી.પી. રાણપરીયાની સુચનાથી સ્થાનિક આરએફઓ જાડેજા, વેટરનરી
ડો. હિતેષ વામજા ઘટનાસ્થળે દોડી ગયા હતાં.
કૂવામાં સિંહણનો મૃતદેહ હોવા છતા જાણ ન થઇ
રેસ્ક્યુ
ટીમના વનરાજભાઇ ધાધલ, જે.ડી. બાયલ, એમ.ડી. વાળા વિગેરે પણ દોડી આવ્યા
હતાં. કૂવામાં ખાબકવાથી સિંહણનું મોત થયું હતું અને તેનો મૃતદેહ કોહવાયેલી
હાલતમાં મળ્યો હતો. વન વિભાગે આ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો અને
બાદમાં પેનલ ડોક્ટરથી તેનું પીએમ કરાયું હતું. નવાઇની વાત એ છે કે
આંબરડીપાર્ક નજીક હોવા છતાં અહીં પેટ્રોલીંગ કરતા વનકર્મીઓને ત્રણ દિવસ
સુધી કૂવામાં સિંહણનો મૃતદેહ હોવા અંગે જાણ થઇ ન હતી.
No comments:
Post a Comment