તાલાલા:ગીર
પંથકની પ્રજાએ ઇકોઝોનનાં થયેલા અન્યાયની વેદના રૂપે પ્રચંડ લોકરોષ દર્શાવી
જનવેદના રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપી જનવેદના રેલીને ભારે સફળતા સાથે
અભુતપુર્વ બનાવી હતી.
સરકારને પંદર દિવસનું અલ્ટીમેટમ
તાલાલા મામલતદાર કચેરી ખાતે જન અધિકાર મંચ દ્વારા ઈકોઝોનના વિરુદ્ધમાં જનવેદના રેલી નીકળી હતી. લડતના કન્વીનર પ્રવીણ રામે મામલતદારને આવેદન આપીને સરકારને 15 દિવસનું અલટીમેટમ આપ્યું હતું. ઈકોઝોન બાબતે જન અધિકાર મંચની ટીમ સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છે. જો ઈકોઝોન નાબૂદ નહી થાઈ તો તાલાલામાં રાજકારણીઓ અને વનવિભાગના કર્મચારીઓ માટે નો એન્ટ્રી ઝોન લગાવવાની પ્રવિણ રામે જાહેરાત કરી છે. તાલાલામાં મોટા ભાગના બજારો બંધ રાખીને લોકો રેલીમાં જોડાયા હતા.
ગામડાઓમાંથી ખેડુતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા
તાલાલા મામલતદાર કચેરી ખાતે બપોરથી જ ગામડાઓમાંથી ખેડુતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. બપોરે ચાર વાગ્યા સુધીમાં ભારે જનસમુદાય એકઠો થઇ જતા મામલતદાર કચેરીનું ગ્રાઉન્ડ અને તાલાલા, સાસણ રોડ જામ થઇ ગયો હતો. જનઅધિકાર મંચની રાહબરી હેઠળ તાલાલા મામલતદારને ગીરની પ્રજાએ આવેદન આપી પંદર દિવસનું અલ્ટીમેટમ આપી ઇકોઝોન અંગે અંતર મર્યાદાનો કરવામાં આવેલ અન્યાય દુર નહીં થાય તો ઉગ્ર આંદોલનનાં કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.
No comments:
Post a Comment