અમરેલી:
બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ
પડતાં જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં જ બજારમા
વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી
બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો
નવાઇ લાગે. પરંતુ દિતલા ગામના બચુભાઇ ઝાલાએ વિકલ્પ શોધી કાઢ્યો છે. જે
કેરીની સિઝન પુરી થતાં પણ છ મહીના સુધી કેરી ખાવા મળશે. આ કેરીનું નામ છે
પંચરત્ન કેરી જે ખાવામાં પણ મજેદાર છે અને તેમના ફાર્મમાં દશેરી, મલ્લિકા,
કેસર, જન્બો કેસર, આલ્ફ્રેન્જો, લંગડો, જમાદાર, બારમાસી વગેરે કેરીઓની
અલગ-અલગ જાત વિકસાવી છે.
કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે
કેરીની વાત આવે એટલે બધાં લોકોને કેસર કેરી યાદ આવી જાય છે. આવનારા દિવસોમાં કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે, નવાઇ લાગીને પણ આ હકીકત છે. દિતલા ગામના બચુભાઇ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. અત્યારે બજારમાં કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિકલ્પ બચુભાઇએ શોધી કાઢ્યો છે.
સાવરકુંડલાના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ
સાવરકુંડલાના નેસડી ગામ પાસે આવેલ દિતલા ગામના એક પ્રગતિશીલ ખેડુતે કેસર કેરીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે. અમરેલી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે. કેરી બારેમાસ ખાવા મળે તે માટે બચુભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી. બચુભાઇના કેરીના ફાર્મમાં 30થી 35 જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે. પરંતુ રણજીતભાઇને પંચરત્ન કેરીમાં વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કરતા પણ મીઠી છે તેવું તેમનું માનવુ છે.
No comments:
Post a Comment