અમરેલી:રાજુલા
તાલુકાના ઉંટીયા ગામે ગઇકાલે વહેલી સવારે એક સાથે ચાર સાવજોએ વાડીમા એક
બળદનુ મારણ કર્યુ હતુ. સાવજોના આ પ્રકારના કાયમી ત્રાસના કારણે ખેડૂતોમા
ફફડાટ છે. અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા સાવજો પોતાના પેટની ભુખ
ભાંગવા માટે અવારનવાર ખેડૂતોના ઉપયોગી માલઢોરનુ મારણ કરતા રહે છે.
વાડી ખેતરોમાં સાવજોનાં આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ
ખાંભા પંથકમા આવી ઘટના બન્યા બાદ આજે રાજુલા તાલુકાના ઉંટીયા ગામની સીમમા વહેલી સવારે એક બળદના મારણની ઘટના બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ઉંટીયાના બુઘાભાઇ સામતભાઇ લાખણોત્રાએ પોતાના ખેતરમા એક બળદ બાંધી રાખ્યો હતો. વહેલી સવારે એકસાથે ચાર સાવજોનુ ટોળુ શિકારની શોધમા અહી આવી પહોંચ્યુ હતુ. અને તેમના બળદનુ મારણ કર્યુ હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો. આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોય લોકોમા ફફડાટ છે.
No comments:
Post a Comment