DivyaBhaskar News Network
Jun 25, 2019, 06:50 AM ISTગિર જંગલમાં વસતા સિંહોને રેડીયો કોલર લગાવવાની કામગિરી વનવિભાગે શરૂ કરી દીધી છે. અને અત્યાર સુધીમાં ગિરનાં 25 સિંહોને રેડીયો લગાવાઇ ચૂક્યા છે. આના થકી મોનીટરીંગ સેન્ટર ખાતેથી 24 કલાક સિંહોનાં ગૃપોનાં હલનચલન અને ગતિવિધી પર નજર રાખી શકાશે.
વનવિભાગનાં સુત્રોનાં કહેવા મુજબ, ગત 11 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાસણ ગીર ખાતે હાઈટેક મોનીટરીંગ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી વનવિભાગે સિંહોને રેડીયો કોલર લગાવવાની કામગિરી હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 25 સિંહોને તો રેડીયો કોલર લગાવાઇ પણ ચૂક્યા છે. હજુ 50 સિંહોને આ ડીવાઇસથી સજ્જ કરાશે. આ માટે ખાસ જર્મનીથી 75 રેડીયો કોલર આવી ગયા છે. અને 5 જિલ્લામાં વિહરતા સિંહોનાં કુલ 75 સિંહોને આ રેડીયો કોલર લાગવાશે. દરેક ગૃપનાં એક સિંહને તે પહેરાવાશે. જેથી તેના થકી આખા ગૃપની ગતિવિધીનો ખ્યાલ આવી જશે. ત્યારબાદ સિંહ સદન ખાતે મોનીટરીંગ સેન્ટરમાંથી આ સિંહો પર દેખરેખ રખાશે. આના થકી સિંહોનાં જૂથની અવરજવર ઉપરાંત સંશોધન અને તેના વિસ્તાર સંબંધિત માહિતી પણ વનવિભાગને મળી શકશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-livelihood-of-lions-living-in-the-gir-forest-065015-4847451-NOR.html