Sunday, June 30, 2019

નામચીન ત્રણ સિંહો વચ્ચે મેજરના અવસાન બાદ મેઘરાજા નામના સિંહે પીપાવાવ પોર્ટમાં વર્ચસ્વ જમાવ્યું

  • થોડા દિવસ પહેલા મેજર નામના સિંહનું મોત થયું
  • નર સિંહ મેજર અને મેઘરાજ વચ્ચેની લડાઈમાં મેજરનું મૃત્યુ થયું

Divyabhaskar.com

Jun 19, 2019, 02:26 PM IST
અમરેલી:રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનો વર્ષોથી દબદબો છે. પરંતુ પીપાવાવ પોર્ટ, બી.એમ.એસ.રામપરા અને ઇ કોમ્પ્લેકક્ષ આસપાસ વસતા સિંહો જેમાં અત્યાર સુધીમા 3 સિંહોનો કંઈક અનોખો ઇતિહાસ જોવા મળી રહ્યો છે. અહીં વર્ષો પહેલા 1 સિંહણે 2 નર સિંહને જન્મ આપ્યો હતો. ગામ લોકોએ મોટા નર સિંહનું નામ મેજર અને નાના સિંહનું નામ મેઘરાજ આપ્યું હતું. જે પછી બંને પ્રખ્યાત થયા અને બંને વચ્ચે સતત ઘર્ષણ વધ્યા અને બંને વચ્ચે દુશમનાવટી થતી ગઈ. સતત ઘર્ષણ જોઈ વનવિભાગ પણ ચિંતામાં મુકાયું હતું.
મેજર નામના નર સિંહનું સારવાર દરમિયાન મોત
થોડા દિવસો પહેલા જ નર સિંહ મેજર અને મેઘરાજ વચ્ચે બરાબરની લડાઈ થઈ હતી અને તાત્કાલિક વનવિભાગે રેસ્ક્યૂ ઓપરેશન કરી તેમની બાબરકોટ નર્સરી ખાતે સારવાર કરાવી હતી. મળતી વિગતો મુજબ રાજુલા પંથકનો સૌથી મોટી ઉંમરનો નર આશરે 12 વર્ષથી વધુની ઉંમરનો હતો અને જૂનાગઢ તેમને સારવાર માટે પણ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પ્રકારના સમાચાર વાયુવેગ પ્રસરી જતા મેઘરાજ નર સિંહ સમગ્ર કોસ્ટલ બેલ્ડ વિસ્તારમાં પ્રખ્યાત થયો છે અને તેની લોક ચાહના પણ વધી છે. મેઘરાજ મોટાભાગે એકલો આંટા મારે છે અને ખૂંખાર અને 24 કલાક ગુસ્સા જેવો સ્વભાવ ધરાવે છે. મેઘરાજની હિલચાલ, તેમના ગુણ અને તેમની કેટલીક હેબીટના કારણે અન્ય સિંહણ, સિંહો અને નીલગાયો રીતસર ધ્રુજી ઉઠે છે. મેઘરાજની લટાર જોય અન્ય વન્યપ્રાણીઓ પણ ચાલતી પકડે છે અને ભલભલા સિંહો સામે મેઘરાજ બાંધ ભીડે છે.
અંધ સિંહણ દીપડાની જેમ હુમલો કરવાનો પ્રયાસ કરે છે
બીજી તરફ વર્ષોથી 1 સિંહણ પીપાવાવ બી.એમ.એસ. માર્ગ પર વસવાટ કરે છે ખૂબ તંદુરસ્ત છે અને આ સિંહણ અંધ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે વનવિભાગ દ્વારા અગાવ 2 વખત રેસ્ક્યૂ ઓપરેશન કરી તપાસ કરી હતી. જે બાદ વનવિભાગે છોડી સિંહણને છોડી મુકી હતી. આ અંધ સિંહણ ખૂબ ચાલાક છે. માનવ વસાહતને જોઈ લીપાય જાય અને આરામ કરવા લાગે છે અને ત્યાર બાદ હુમલાનો પ્રયાસ કરે છે. કેટલાક વાહન ચાલકો પાછળ પણ દોડ પણ મુકે છે. લોકો અંધ સિંહણને જોય માર્ગ બદલી નાખે છે. કેમ કે આ સિંહણ પણ ક્રોધિધ છે. કારણ કે જે રીતે દીપડો છુપી રીતે હુમલાનો પ્રયાસ કરે છે તે જ રીતે અંધ સિંહણ પણ સાહસ કરે છે. જોકે અત્યાર સુધીમાં અંધ સિંહણે કોઈ પણ હુમલો કર્યો નથી. પરંતુ લોકો અંધ સિંહણથી ફફડે જરૂર છે. આ પ્રકારની આંખને કારણે તેમનુ નામ પણ અંધ આપેલુ છે. હાલ પીપાવાવ વિસ્તારમાં મેઘરાજ અને અંધ સિંહણ પર વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/after-the-death-of-the-majestar-among-the-three-lions-of-notorious-meghraj-was-named-after-the-pipavav-port-1560922310.html

No comments: