Sunday, June 30, 2019

2 બચ્ચાં, 1 સિંહણનું પીએમ : પેટમાં કૃમિ નિકળતાં બીજા 6 સિંહો ઓબ્ઝર્વેશનમાં

DivyaBhaskar News Network

Jun 28, 2019, 06:45 AM IST
ડેડકડી રેન્જનાં ગડકબારી વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં બે બચ્ચાં અને એક સિંહણનાં મોત થયા હતા. આ બનાવોમાં તેમના પીએમ રીપોર્ટમાં પેટમાં કૃમિ હોવાનું બહાર આવતાં એ સિંહો જે ગૃપમાં હતા. તેને હાલ વનવિભાગે બીજા ગૃપોથી દૂર કરી ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર અપાઇ રહી છે. ગડકબારી વિસ્તારમાં 15 દિવસ પહેલાં એક ગૃપની સિંહણ બીજા ગૃપની સિંહણનાં બે બચ્ચાંને ખાઇ ગઇ હતી. બીજી એક સિંહણનો મૃતદેહ પણ વનવિભાગને મળી આવ્યો હતો. એ સિંહણનું મોત પેટમાં કૃમિને લીધે થયાનું તેના પીએમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું. તો જે બે બચ્ચાંનાં મોત સિંહણનાં ખાઇ જવાથી થયા હતા. તેના પીએમ રીપોર્ટમાં પણ પેટમાં કૃમિ માલુમ પડ્યા હતા. આથી અન્ય ગૃપોમાં આ બિમારી ફેલાય નહીં એ માટે વનવિભાગે 6 સિંહોનાં અાખા ગૃપને બીજા ગૃપોથી અલગ પાડી દીધું હતું. તેઓને બે વખત ડી વોર્મીંગ કરાયું છે. અને હાલ તેઓને ઓઇસોલેશનમાં રખાયા છે. આ 6 સાવજોમાં 1 સિંહ, 2 સિંહણ અને 3 બચ્ચાંનો સમાવેશ થાય છે. આ 2 સિંહણો પૈકીની 1 સિંહણજ બે બચ્ચાંને ખાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમ મેંદરડા તાલુકા હેઠળ આવતા ગિર પશ્વિમની ડેડકડી રેન્જનાં ગડકબારી વિસ્તારમાં બન્યો હતો. એમ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-2-cubs-1-lioness-pm-6-lions-in-the-abdomen-observing-6-lions-064514-4870327-NOR.html

No comments: