DivyaBhaskar News Network
Jun 22, 2019, 05:55 AM ISTબાબરા તાબાના ખંભાળા ગામે રહેતી સંજના નરેશભાઇ ખાચર (ઉ.વ.12) નામની કિશોરીને કોઇ ઝેરી જીવડુ કરડી જતા તેને જમણા પગે સોજો આવી ગયો હતો. આ કિશોરીનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બારામા શિવરાજભાઇ ખાચરે બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એન.બી.સિંધવ તપાસ ચલાવી રહ્યાં છે.
જયારે અન્ય એક ઘટનામા બાબરાના બળેલ પીપરીયા ગામે રહેતી કૈલાશ પારસીંગભાઇ નાયક (ઉ.વ.18) નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજયું હતુ. આ બારામા લાલભાઇ પારસીંગભાઇ નાયકે બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ એલ.એમ.શ્રીમાળી તપાસ ચલાવી રહ્યાં છે.
No comments:
Post a Comment