DivyaBhaskar News Network
Jun 28, 2019, 06:45 AM ISTતાલાલા રેન્જની હડમતીયા બીટમાં બે સાવજો વચ્ચે થયેલી ઇન્ફાઇટમાં એક પાઠડાનું મોત થયું હતું. હુમલો કરનાર સિંહે પાઠડાનો એક આગળનો અને એક પાછળનો પંજો ફાડી ખાધો હતો. સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, તાલાલા રેન્જનાં તાલાલા રાઉન્ડની હડમતીયા બીટમાં આવેલા જહાંગીર પીએફ 239 વિસ્તારમાંથી એક સિંહના બચ્ચાંનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો આગળનો અને પાછળનો એક પંજો વન્ય પ્રાણીઓ દ્વારા ખવાઇ ગયો છે. મૃત્યુનું સંભવિત કારણ ઇન્ફાઇટ હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મરનાર સિંહની ઉમર આશરે 1 થી 2 વર્ષ અને તે નર હોવાનું અનુમાન થઇ રહ્યું છે. અત્રે નોંધનીય છેકે, ઇન્ફાઇટમાં જે સિંહો બચી જાય છે તેમને પણ ઇજાને લીધે ઇન્ફેક્શન થતા હોય છે. આવા ઇન્ફેક્શનને લીધે અગાઉ અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-haldamia-beat-of-the-talaa-range-between-two-eyes-in-infighting-064508-4870332-NOR.html
No comments:
Post a Comment