Saturday, May 1, 2010

ગીરના જંગલમાં સિંહબાળની સંખ્યા વધી.

Sunday, Apr 25th, 2010, 2:53 am [IST] 
Jitendra Mandaviya, Talala
cub૧૩મી સિંહ વસતી અંદાજ માટે આજથી ચાર દિવસ માટે શરૂ થયેલ સિંહ ગણતરીનાં પ્રારંભે સિંહોનાં રહેઠાણ સમા ગીર જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધવાનો શુભ સંકેત મળ્યો હોય તેવા શુકન થયા છે. આરક્ષીત ગીર જંગલની સાસણ, દેવળીયા, દેડકડી રેન્જનાં જંગલ વિસ્તારમાંથી કેટલાક નાના સિંહબાળો જોવા મળતા સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનો શુભ સંકેત ગણતરીનો પ્રારંભ થતા વનવિભાગનાં અધિકારીઓ પણ આનંદીત બની ગયા છે.
એશિયાટીક સિંહોની વસતીનો અંદાજ મેળવવા આજથી શરૂ થયેલ સિંહ ગણતરીનાં પ્રારંભે શુભ શુકન થયા છે. ગીર જંગલનાં આરક્ષીત ગીર અભ્યારણમાં સાસણ, દેવળીયા, દેડકડી, ભોજદેનાં જંગલ વિસ્તારોમાં પીળીપાટનાં જંગલ, કોરંભા, કમલેઅર વિસ્તારોમાં સિંહણ (માદા) સાથે નાના સિંહબાળો વધુ સંખ્યામાં જોવા મળ્યા છે.
પાણીનાં પોઈન્ટ નજીક સિંહણ સાથે ધીંગામસ્તી, ઉછળકુદ કરતા નાના સિંહબાળો વધુ સંખ્યામાં જોવા મળ્યા છે. પાણીના પોઈન્ટ નજીક સિંહણો સાથે ધીંગામસ્તી, ઉછળકુદ કરતા નાના સિંહબાળો ને જોઈ વનવિભાગનાં અધિકારીઓ આનંદીત બની ઉઠ્યા છે.
સિંહ પ્રજાતીને ટકાવવા સિંહોનાં સંવર્ધન સાથે રક્ષણ પુરૂપાડવા કેન્દ્રીય વનવિભાગે ૧૯૭૪માં વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ લાગુ કરતા દર પાંચ વર્ષનાં સમયાંતરે સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે.
૨૦૦૫માં થયેલ ગણતરીમાં ૩૫૯ સિંહો અસ્તિત્વમાં હોવાનું નોંધાયેલ જેમાંથી નર/માદા/પાદડા/બચ્ચા મળી કુલ ૨૯૧ સિંહો ગીર જંગલનાં લાગુ વિસ્તાર અને આરક્ષીત ગીર અભ્યારણમાં વસવાટ કરતા હોવાનું નજરે આવેલ ત્યારે ૨૦૧૦ની ૧૩મી ગણતરીનાં પ્રારંભે અરક્ષીત જંગલ વિસ્તારમાં જેટલા સિંહબાળ જોવા મળતા વનરાજોનું મનપસંદ આવાસ સ્થાન ગીર જંગલ જ હોવાનું ફલીત થાય છે.
દોઢ માસથી એક વર્ષની ઉંમરનાં નાના સિંહ બાળની નોંધપાત્ર સંખ્યા ગણતરી પ્રારંભે જ જોવા મળતા સિંહોની સંખ્યા વધવાનો સારો સંકેત મળી રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/25/lion-population-counting-result-908363.html

વનરાજને સંવનનમાં ખલેલ પાડવાનું જાંબાને ભારે પડ્યું.

Friday, Apr 23rd, 2010, 12:01 am [IST]  
Bhaskar News, Junagadh
old lion get punishment for distrub young lion coupleમાળીયા હાટીના તાલુકાનાં બાબરા વીડીનાં જંગલમાં સંવનનમાં ખલેલ પડતા એક યુવાન અને એક જાંબા નામના વૃઘ્ધ સિંહ વચ્ચે આંતરિક લડાઇ થઇ હતી. જેમાં યુવાન સિંહે જાંબા નામના સિંહને માથામાં પંજો મારી ઇજા કરી હતી. આ અંગે વન વિભાગને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ સિંહને બેભાન કરી સારવાર શરૂ કરી હતી. સંવનનમાં ખલેલ પહોંચાડતા વૃઘ્ધ સિંહને પંજો મારી ઘાયલ કરી દીધાના બનાવથી સોરઠમાં ચર્ચા જાગી છે.
બાબરા વીડીમાં ગઇ કાલે સાંજે એક યુવાન સિંહ તથા એક સિંહણ સંવનન કરી રહ્યા હતા. એ દરમ્યાન આ જ વિસ્તારમાં રહેતો ૧૫.૧૬ વર્ષનો જાંબા નામનો વૃદ્ધ સિંહ ત્યાં ચડી આવ્યો હતો અને સિંહ સિંહણને સંવનન કરવામાં ખલેલ પાડી હતી. સંવનનમાં ખલેલ પડતા યુવાન સિંહ ઉશ્કેરાયો હતો અને તેણે જાંબા નામના વૃઘ્ધ સિંહનાં માથામાં પંજા મારી નહોર ભરાવી દઇ ઘાયલ કરી દીધો હતો. અને બાદમાં નાસી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ થતાં વન અધિકારી જોખીયા સહિતનાં સ્ટાફ બાબરા વીડીમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલ જાંબા સિંહને ટ્રાન્ક્વીલાઇઝર કરી તેની સારવાર શરૂ કરી હતી. આ અંગે વન અધિકારી જોખીયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, હાલ સિંહની સ્થિતિ સુધારા પર છે. માથામાં પંજા વાગવાથી ઇજા થઇ છે. વધુ સારવારની જરૂર જેવું લાગશે તો સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવાશે. સામાન્ય રીતે ચોમાસામાં સિંહનો સંવનન કાળ હોય છે. પરંતુ ઉનાળામાં સંવનન કરતા સિંહને ખલેલ પહોંચાડનાર જાંબા નામનાં સિંહને પંજો મારી ઇજા કર્યાનાં બનાવથી ચર્ચા જાગી છે. 
જાંબાએ માંગરોળના યુવાનને ફાડી ખાધો હતોબાબરા વીડીમાં દોઢ વર્ષ પહેલા જાંબા નામના આ વૃઘ્ધ સિંહે માંગરોળનાં એક યુવાનને ફાડી ધાખો હતો. વન તંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ સિંહનાં આજુબાજુનાં લોકો વખાણ કરે છે કારણ કે તે ક્યારેય કોઇને નુકશાન પહોંચાડતો નથી. કોઇ છંછેડે ત્યારે જ ઉશ્કેરાઇ જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/23/old-lion-get-punishment-for-distrub-young-lion-couple-900112.html

વનરાજોની વસતીનો આંક કાઢવાની આખરી ગણતરી શરૂ.

Tuesday, Apr 27th, 2010, 12:21 am [IST]  
Talala
final calculation of lions starts in girસિંહોની વસતીનો અંદાજ કાઢવા શરૂ થયેલ બે તબક્કાની ગણતરીમાં પ્રથમ પ્રાથમિક અંદાજ પુરો થયા બાદ આજથી આખરી ગણતરી બપોરે બે વાગ્યાથી શરૂ થઈ ચુકી છે. જે ૨૭ તારીખે બપોરે પુરી થશે. પ્રાથમિક ગણતરીમાં જે જગ્યાઓમાં સિંહોએ મારણ કરેલા અને સિંહોની અવરજવર રહેતી હતી તેવા વિસ્તારોમાં જ્યાં સિંહો જોવા નહી મળ્યા તેવા પોઈન્ટો ધરાવતી બીટોમાં વનવિભાગ જી.પી.એસ.સીસ્ટમની મદદથી સિંહોનાં લોકેશન શોધવા આખરી રાઉન્ડમાં આયોજન કરી રહ્યું છે.
સિંહ પ્રજાતીની વધુ સંખ્યા ગીરજંગલમાં જ હોવાનું પ્રાથમિક સર્વેમાં જણાયું છે. સિંહો જંગલ છોડી બહાર જતા રહેતા હોય અને જંગલમાં ખોરાક પુરતો ઉપલબ્ધ ન હોવાની સંભળાતી વાતોમાં વજુદ ન હોય તેમ ગીર જંગલ વાળા વિસ્તારોમાં જ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સાત રીજનલ એરીયામાંથી પોરબંદર અને ભાવનગર જીલ્લાનાં રેવન્યુ અને કોસ્ટલ એરીયા સાથે વેરાવળ રીજનલની દરીયાઈ પટ્ટી ઉપર સિંહોનાં સગડ પ્રાથમિક અંદાજમાં મળ્યા ન હોય જેથી વન વિભાગ જૂનાગઢ, વેરાવળ અને જેસર રીજનલ એરીયામાં જી.પી.એસ.ટેકનોલોજી, ફેરણા અને ફુટમાર્ક પઘ્ધતીનાં ઉપયોગથી સિંહોનાં લોકેશન જાણી ગણતરી કરવાનાં આયોજન આખરી રાઉન્ડમાં કરી રહ્યું છે.
ગણત્રીના બહાને અધિકારીઓના સબંધીઓને સિંહ દર્શન કરાવાયા..?
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સિંહ ગણત્રીના દિવસો દરમિયાન ગીર જંગલ અને દેવળીયા બંધ રખાયા હોય ત્યારે પ્રવાસીઓનો પ્રવાહ પણ બંધ થઈ ગયો હોય પરંતુ આ દિવસોમાં સિંહ સદનમાં ફોરેસ્ટરો સિવાય અન્ય લોકો પણ હાજર હોવાનું ગીર પંથકમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. ટ્રેકરપાટી અને મદદનીશોના નામે અધિકારીઓના સગાસબંધીઓને કાર્ડ આપીને નિયુક્ત ઠરાવીને મુક્ત રીતે સિંહ દર્શનની તક આપી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. ઉપરાંત સ્થાનિક વનસમિતીઓ, ટ્રેકરપાર્ટી તથા નેશનલ પાર્કનો સ્ટાફ શા માટે દૂર દૂર રહ્યો તેવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે. ગીર પંથકમાં એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, લોકો ને જંગલ વિશે પુરી માહીતી પણ નથી તેવા લોકો જંગલમાં શુ કરતા હતા.?
પાલિતાણા, મહુવામાં સિંહની સંખ્યામાં વધારોસૌરાષ્ટ્ર પંથકમાં શરૂ થયેલી વસ્તી ગણતરીમાં પ્રથમ ત્રણ દિવસમાં ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે પાલીતાણા અને મહુવામાં વનરાજાઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે, એકંદરે સિંહ પરિવારની સંખ્યામાં વધારો થવાનો સંકેત વન વિભાગના વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે.
http://www.divyabhaskar.co.in/2010/04/27/final-calculation-of-lions-starts-in-gir-913212.html

રેવન્યુ વિસ્તારમાં પાંચ વર્ષમાં ત્રણગણા સિંહ વઘ્યા.

Wednesday, Apr 28th, 2010, 12:03 am [IST]  
Jayesh Gondhiya, Una
હાલ માનવ વસતી ગણતરીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને બીજી તરફ ગીરનાં જંગલમાં સિંહની વસતી ગણતરીનો કાર્યક્રમ આજે બપોરે સંપન્ન થયો છે. આ ગણતરીમાં ગીર જંગલમાં વિહરતા સિંહો પૈકીના ૩૫ ટકા સિંહો રેવન્યું વિસ્તારમાં વિહરતા જોવા મળ્યા છે. ૨૦૦૫માં થયેલી સિંહની ગણતરીમાં રેવન્યું વિસ્તારમાં જે સિંહની સંખ્યા હતી તેના કરતા ત્રણ ગણા સિંહો વઘ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ વખતની સિંહોની ગણતરી પડકાર જનક રહી હોવાનું વનતંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેનું કારણ માત્ર એટલું છે કે, વર્ષ ૨૦૦૫માં સિંહ ગણતરી થઈ રહી ત્યારે ૩૫૯ સિંહો હતા. પાંચ વર્ષ પહેલા રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા ત્રણ ગણી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આમ એક અંદાજ મુજબ ગીરનાં જંગલમાં વિહરતા સિંહોની સંખ્યાનાં ૩૫ ટકા સિંહો રેવન્યું વિસ્તારમાં વિહાર કરી રહ્યા છે. પરંતુ રેવન્યું વિસ્તારમાં સિંહની ગણતરી પડકાર જનક હતી. પરંતુ જંગલની સરહદ નજીકના લોકોએ વનતંત્રને પુરો સહકાર આપ્યો હતો. જામવાળાનાં સરપંચ છગનભાઈ મોહનભાઈ સખરેલીયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમારા માલઢોર અમારૂ અંગ છે. તે રીતે સિંહો પણ અમારૂ અંગ જ છે. તેની સંખ્યા ઘરે તે ગીરવાસીઓને જરાય ન પરવડે. જંગલ નજીકના અલગ-અલગ ગામના લોકોનો સંપર્ક કરતા તેઓએ પણ સિંહોની વસતીમાં વધારો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વનતંત્રના સત્તાધિશો સિંહની સંખ્યા અંગે એક શબ્દ કહેવા તૈયાર થતા નથી. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વખતે સિંહ બાળની સંખ્યા વ્યાપક જોવા મળી છે. જસાધાર રેન્જનાં એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સિંહની ગણતરી પૂર્ણ થઈ છે અને તેના આંકડાઓ ગુપ્ત રખાયા છે. પરંતુ સિંહોની સંખ્યા વધશે. બાબરીયા રેન્જમાં સિંહોની સંખ્યામાં મહદંશે ઉછાળો આવશે ત્યારે હાલ વનતંત્ર સિંહની ગણતરી બાદ હાશકારો અનુભવી રહ્યું છે. હવે સરકાર દ્વારા વહેલી તકે જાહેર થાય તેવી લોકોમાંથી લાગણી ઉભી થઈ છે.
‘આંકડા સરકારમાંથી મળે’ કહી વનકર્મીઓએ જવાબ દેવાનું ટાળ્યુંસિંહની ગણતરીનો પ્રારંભ થતા મિડીયા કર્મીઓએ વનતંત્રનાં અધિકારીઓને ફોન પર સંપર્ક કર્યા હતા. પરંતુ તેઓએ ગણતરી બાદ વાત કરશું એમ કહ્યું હતું. ગણતરી પૂર્ણ થયા બાદ આંકડા તો સરકારમાંથી મળે એમ કહી મિડીયા કર્મીઓને સિંહોની સંખ્યા અંગેના જવાબ આપવાનું ટાળ્યું હતું.
સિંહની સંખ્યાનો આંકડો જાહેર થતા ગીરની શાન વધશેહવે ટૂંક સમયમાં વર્ષ ૨૦૧૦ની સિંહની વસતીનો આંકડો નજર સમક્ષ આવશે ત્યારે સિંહોની સંખ્યા વધશે એવો વનતંત્ર તથા જંગલ નજીકના ગ્રામજનોમાંથી સુર ઉઠી રહ્યો છે. ત્યારે સિંહોની સંખ્યામાં વધારો થશે અને ગીરની શાનમાં પણ વધારો થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/28/lions-increased-by-five-times-in-revenue-area-916610.html

સિંહની સંખ્યા ૪૦૪ થી વધી જશે.

Wednesday, Apr 28th, 2010, 12:05 am [IST]  
Jitendra Mandavia, Talala
population of lions will cross 404 numberએશીયાટીક સિંહોની વસતીની દર પાંચ વર્ષનાં સમયાંતરે ગણતરી કરવામાં આવે છે. ૨૪ એપ્રિલથી બે તબક્કામાં શરૂ થયેલ ચાર દિવસની આજે ગણતરી પુરી થયા બાદ સિંહોની સંખ્યામાં ૧૪ ટકા જેટલો વધારો થવાનો અંદાજ મળી રહ્યો છે.
સિંહ ગણતરીની આ કાર્યવાહી દરમિયાન સિંહોની સંખ્યા જંગલ વિસ્તારમાં ભાગો અને આરક્ષીત ગીર જંગલમાં વધુ વધી હોવાનું જણાયું છે. સિંહની સંખ્યા અંગે સાવજ પ્રેમીઓમાં ભારે ઉતેજના પ્રવર્તે છે. વનવિભાગ ગણતરી બાદનાં સત્તાવાર આંકડા ટૂક સમયમાં જાહેર કરશે પણ સિંહોની સંખ્યા ૧૪ ટકાનાં વધારા સાથે ૪૦૪ને પાર પહોંચી જશે તેમ આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આજે બપોરે પૂર્ણ થયેલ સિંહ વસતી અંદાજની ૧૩મી ગણતરી માટે છેલ્લા નવ માસથી તૈયારી કરી આયોજન ગોઠવી રહેલ વનવિભાગે ગણતરીમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા સાથે ગણતરીનું જટીલ કાર્ય સુમેરે પાર પડી જતા રાહત અનુભવી છે. સિંહ ગણતરીમાં ફોટોગ્રાફી દરેક સિંહોની કરવાની તરકીબથી ફોટોગ્રાફી દસ્તાવેજીકરણ વનવિભાગ માટે મહત્વનું બનશે સિંહોને જંગલનું વાતારવણ સાનુકુળ હોય તેમ જંગલમાંજ સિંહોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ગણતરી બાદ સિંહોની સંખ્યાનો આંક વનવિભાગ ટૂક સમયમાં જાહેર કરશે પરંતુ સિંહોની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી જશે તે વાત નિશ્ચીત છે.
અમરેલી જિલ્લો સિંહના નવા વિસ્તાર તરીકે ઉભરી આવ્યોદરીયાકાંઠાનાં વિસ્તારોમાં સિંહોનાં માત્ર ફુટમાર્ક જોવા મળ્યા છે કોઈ જગ્યાએ સિંહો જોવા મળ્યા નથી પણ ગીર જંગલ ઉપરાંત લાઢી, લીલીયા, રાજુલા તાલુકાનો વિસ્તાર સિંહોનો નવો વસવાટ વિસ્તાર તરીકે ઉભરી સાથે આવ્યો છે.
સિંહબાળની સંખ્યામાં વધારોવનવિભાગનાં આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગીર પિશ્ચમ અને ગીર પૂર્વ હેઠળની સાસણ, જામવાળા, જશાધાર અને ધારી રીજનલનાં જંગલ વિસ્તોરમાં ગણતરી માટે બનાવેલા પોઈન્ટોમાં અનેક પોઈન્ટો ઉપર ગણતરીકારોને સિંહણો સાથે નાના બરચા અને સિંહ ગૃપોમાં યુવા વયનાં સિંહ (પાઠડા) જોવા મળ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/28/population-of-lions-will-cross-404-number-916606.html

સવનીની સીમમાંથી ઝડપાયેલી દીપડીનું લૂ લાગી જવાથી મોત.

Thursday, Apr 29th, 2010, 12:04 am [IST]  
Bhaskar News, Veraval
વેરાવળ તાલુકાના સવની ગામની સીમમાં મુકવામાં આવેલા પાંજરામાં આજે સવારે એક દીપડી ઝડપાઈ હતી. આ અંગે જાણ થતા વનવિભાગનો સ્ટાફ દીપડીને પાંજરામાં લઈ સાસણ લઈ જઈ રહ્યો હતો. ત્યારે દીપડીનું મોત નિપજયું હતું. સાસણ દીપડીનું લુ લાગી જવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. દીપડીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ પંથકમાં તાજેતરમાં દીપડાઓની રંજાડ વધી જતા વનતંત્ર દ્વારા ગ્રામ્ય પંથકમાં પાંજરા મુકવામાં આવ્યા છે ગતરાત્રીના સવની ગામની સીમમાં આવેલી નાથાભાઈ ભીખાભાઈ પરમારની વાડીમાં મુકવામાં આવેલા પાંજરામાં દીપડી ઝડપાઈ ગઈ હતી. આ અંગે વનતંત્રને જાણ થતા રેસ્કયુ ટીમ પાંજરામાં લઈ સાસણ લઈ જતી હતી. ત્યારે તેનું રસ્તામાં મોત થયું હતું. આ અંગે ડીએફઓ વસાવાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, આ દીપડીનું લુ લાગી જવાથી મોત નિપજયું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે. મૃતક દીપડી પાંચેક વર્ષની વયની અને પાંચ ફૂટ લાંબી તથા બે ફુટ ઉચી હોવાનું જાણવા મળ્યું છે. વેરાવળ પંથકમાંથી છેલ્લા બે માસમાં આ ૧૯ મી દીપડી ઝડપાઈ છે. હજુ પણ ગ્રામ્ય પંથકમાં હિંસક પશુઓનો વાસ હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આમ વેરાવળ પંથકમાંથી પકડાયેલી ૧૬મી દીપડીનું લૂ લાગતા મોત થયું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/29/leopard-dead-in-heat-wave-at-veraval-919937.html

ગુજરાત જ્ઞાન.

   
ગુજરાત જ્ઞાન
Bookmark The Article

સ્થાપના
૧ મે, ૧૯૬૦
ક્ષેત્રફળ
૧,૯૬,૦૨૪ ચો. કિમી.
પંચાયતી રાજનો અમલ
૧ એપ્રિલ,૧૯૬૩
પ્રથમ રાજ્યપાલ
શ્રી મહેંદી નવાઝજંગ
પ્રથમ મુખ્યમંત્રી
ડો. જીવરાજ મહેતા
પ્રથમ પાટનગર
અમદાવાદ
વર્તમાન પાટનગર
ગાંધીનગર
વિધાનસભાની બેઠકો
૧૮૨
લોકસભાની બેઠકો
૨૬
રાજ્યસભાની બેઠકો
૧૧
જિલ્લાઓ
૨૬
તાલુકાઓ
૨૨૫
ટાઉન
૨૬૪
તાલુકા પંચાયતો
૨૨૫
જિલ્લા પંચાયતો
૨૬
નગર પંચાયતો
૬૧
નગરપાલિકાઓ
૧૫૧
શહેરી જનસંખ્યા
૩૪.૪ ટકા
સાક્ષરતા
૬૯.૯૭ ટકા
પુરુષ
૮૦.૫૦ ટકા
સ્ત્રી
૫૮.૬૦
રાષ્ટ્રીય ઉદ્યાનો
અભયારણ્યો
૨૨
વેરાન જમીન
૨૬,૦૮,૫૦૦ હેક્ટર
વિસ્તાર
૧,૯૬,૦૭૭ ચો.કિમી.
વસ્તી
૫.૫ કરોડ
શહેરી વસ્તી
૩૮ ટકા
ઔદ્યોગિક ઉત્પાદન
૧૬ ટકા
ઔદ્યોગિક વિકાસ
૧૫ ટકા
દેશનું ૧૮ ટકા ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં થાય છે.
ગુજરાતમાં માથાદીઠ ઊર્જા વપરાશ ૧૩૧૩ યુનિટ છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૫૯૨ છે.
રાજ્યમાં ૨૫ જિલ્લા, ૨૨૬ તાલુકા, ૨૪૨ શહેરો, ૧ મેગાસિટી અને ૧૮૬૧૮ ગામડાં છે.
રાજ્યમાં મહાનગરપાલિકાઓ સાત છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. હેવ ગાંધીનગર પણ બનશે એવી જાહેરાત થઈ ગઈ છે.
ગુજરાતમાં પ્રત્યેક ચોરચ કિલોમીટરે ૨૫૮ લોકો રહે છે.
વિસ્તારની દૃષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સાતમું છે.
ગુજરાતમાં સૌથી વધુ ગીચ વસતી ગાંધીનગર જિલ્લામાં અને સૌથી ઓછી કચ્છમાં છે. વિસ્તારમાં જોકે કચ્છ સૌથી મોટો (૪૫,૬૫૨ ચો.કિમી.) અને ડાંગ સૌથી નાનો (૧,૭૬૪ ચો કિમી.) છે.
રાજ્યમાં આદિવાસીઓની સૌથી ૯૦ ટકા જેટલી વસતી ડાંગમાં છે.
ગુજરાતની ૮૯.૩૬ ટકા પ્રજા ગુજરાતી બોલે છે. એ સિવાય કચ્છી-૧.૫૭ ટકા, ઊર્દૂ-૨.૧૭, હિન્દી-૧.૨૬, મરાઠી-૦.૭૯ ટકા, સિંધી-૦.૭૯ ટકા અને અન્ય-૪. ૦૯ ટકા બોલાય છે.
ગુજરાતમાં પ્રથમ

વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ.
ભવાઈ કરનાર અસાઈત ઠાકર.
ગુજરાતી જાહેરખબર ૧૯૯૭માં ‘બોમ્બે કુરિયર’માં
ગુજરાતી પંચાંગ ૧૮૧૪માં ફરદુનજી મર્ઝબાન દ્વારા.
ગુજરાતી છાપખાનું ૧૮૧૨માં ફરદુનજી મર્ઝબાન દ્વારા.
સરકારી શાળા ઈ.સ. ૧૮૨૬માં અમદાવાદમાં શરૃ થઈ.
અંગ્રેજી શાળા ઈ.સ. ૧૮૪૨માં સુરતમાં શરૃ થઈ.
કોલેજ ઈ.સ. ૧૮૫૬માં અમદાવાદમાં ગુજરાત કોલેજ.
સામયિક ઈ.સ. ૧૮૫૪માં વિદ્યાસભા દ્વારા બુદ્ધિપ્રકાશ.
શબ્દકોશ નર્મદનો ‘નર્મકોશ’ ૧૮૭૩માં.
નવલકથા નંદશંકર મહેતાની કરણઘેલો ૧૮૬૬માં.
મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલ કણિયા
જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોષી
મેગ્સેસે એવોર્ડ ઈલા ભટ્ટ
 Source: http://www.sandesh.com/