Saturday, May 1, 2010

વનરાજને સંવનનમાં ખલેલ પાડવાનું જાંબાને ભારે પડ્યું.

Friday, Apr 23rd, 2010, 12:01 am [IST]  
Bhaskar News, Junagadh
old lion get punishment for distrub young lion coupleમાળીયા હાટીના તાલુકાનાં બાબરા વીડીનાં જંગલમાં સંવનનમાં ખલેલ પડતા એક યુવાન અને એક જાંબા નામના વૃઘ્ધ સિંહ વચ્ચે આંતરિક લડાઇ થઇ હતી. જેમાં યુવાન સિંહે જાંબા નામના સિંહને માથામાં પંજો મારી ઇજા કરી હતી. આ અંગે વન વિભાગને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ સિંહને બેભાન કરી સારવાર શરૂ કરી હતી. સંવનનમાં ખલેલ પહોંચાડતા વૃઘ્ધ સિંહને પંજો મારી ઘાયલ કરી દીધાના બનાવથી સોરઠમાં ચર્ચા જાગી છે.
બાબરા વીડીમાં ગઇ કાલે સાંજે એક યુવાન સિંહ તથા એક સિંહણ સંવનન કરી રહ્યા હતા. એ દરમ્યાન આ જ વિસ્તારમાં રહેતો ૧૫.૧૬ વર્ષનો જાંબા નામનો વૃદ્ધ સિંહ ત્યાં ચડી આવ્યો હતો અને સિંહ સિંહણને સંવનન કરવામાં ખલેલ પાડી હતી. સંવનનમાં ખલેલ પડતા યુવાન સિંહ ઉશ્કેરાયો હતો અને તેણે જાંબા નામના વૃઘ્ધ સિંહનાં માથામાં પંજા મારી નહોર ભરાવી દઇ ઘાયલ કરી દીધો હતો. અને બાદમાં નાસી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ થતાં વન અધિકારી જોખીયા સહિતનાં સ્ટાફ બાબરા વીડીમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલ જાંબા સિંહને ટ્રાન્ક્વીલાઇઝર કરી તેની સારવાર શરૂ કરી હતી. આ અંગે વન અધિકારી જોખીયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, હાલ સિંહની સ્થિતિ સુધારા પર છે. માથામાં પંજા વાગવાથી ઇજા થઇ છે. વધુ સારવારની જરૂર જેવું લાગશે તો સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવાશે. સામાન્ય રીતે ચોમાસામાં સિંહનો સંવનન કાળ હોય છે. પરંતુ ઉનાળામાં સંવનન કરતા સિંહને ખલેલ પહોંચાડનાર જાંબા નામનાં સિંહને પંજો મારી ઇજા કર્યાનાં બનાવથી ચર્ચા જાગી છે. 
જાંબાએ માંગરોળના યુવાનને ફાડી ખાધો હતોબાબરા વીડીમાં દોઢ વર્ષ પહેલા જાંબા નામના આ વૃઘ્ધ સિંહે માંગરોળનાં એક યુવાનને ફાડી ધાખો હતો. વન તંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ સિંહનાં આજુબાજુનાં લોકો વખાણ કરે છે કારણ કે તે ક્યારેય કોઇને નુકશાન પહોંચાડતો નથી. કોઇ છંછેડે ત્યારે જ ઉશ્કેરાઇ જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/23/old-lion-get-punishment-for-distrub-young-lion-couple-900112.html

No comments: