Thursday, Apr 29th, 2010, 12:04 am [IST]
Bhaskar News, Veraval વેરાવળ તાલુકાના સવની ગામની સીમમાં મુકવામાં આવેલા પાંજરામાં આજે સવારે એક દીપડી ઝડપાઈ હતી. આ અંગે જાણ થતા વનવિભાગનો સ્ટાફ દીપડીને પાંજરામાં લઈ સાસણ લઈ જઈ રહ્યો હતો. ત્યારે દીપડીનું મોત નિપજયું હતું. સાસણ દીપડીનું લુ લાગી જવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. દીપડીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ પંથકમાં તાજેતરમાં દીપડાઓની રંજાડ વધી જતા વનતંત્ર દ્વારા ગ્રામ્ય પંથકમાં પાંજરા મુકવામાં આવ્યા છે ગતરાત્રીના સવની ગામની સીમમાં આવેલી નાથાભાઈ ભીખાભાઈ પરમારની વાડીમાં મુકવામાં આવેલા પાંજરામાં દીપડી ઝડપાઈ ગઈ હતી. આ અંગે વનતંત્રને જાણ થતા રેસ્કયુ ટીમ પાંજરામાં લઈ સાસણ લઈ જતી હતી. ત્યારે તેનું રસ્તામાં મોત થયું હતું. આ અંગે ડીએફઓ વસાવાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, આ દીપડીનું લુ લાગી જવાથી મોત નિપજયું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે. મૃતક દીપડી પાંચેક વર્ષની વયની અને પાંચ ફૂટ લાંબી તથા બે ફુટ ઉચી હોવાનું જાણવા મળ્યું છે. વેરાવળ પંથકમાંથી છેલ્લા બે માસમાં આ ૧૯ મી દીપડી ઝડપાઈ છે. હજુ પણ ગ્રામ્ય પંથકમાં હિંસક પશુઓનો વાસ હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આમ વેરાવળ પંથકમાંથી પકડાયેલી ૧૬મી દીપડીનું લૂ લાગતા મોત થયું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2010/04/29/leopard-dead-in-heat-wave-at-veraval-919937.html
No comments:
Post a Comment