Monday, November 13, 2017

પરિક્રમાર્થીઓ પાસેથી શૌચક્રિયાના 10 અને સ્નાન કરવાનાં 20 પડાવાયા

Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 01:08 AM IST
જૂનાગઢમાં ગીરનાર પર્વત ફરતેની 36 કિલો મીટરની લીલી પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા
પરિક્રમાર્થીઓ પાસેથી શૌચક્રિયાના 10 અને સ્નાન કરવાનાં 20 પડાવાયા
પરિક્રમાર્થીઓ પાસેથી શૌચક્રિયાના 10 અને સ્નાન કરવાનાં 20 પડાવાયા
જૂનાગઢ: જૂનાગઢમાં ગીરનાર પર્વત ફરતેની 36 કિલો મીટરની લીલી પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. સાધુ -સંતો, ધાર્મિક સંસ્થાઓ, અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ તમામ માટે નિ:શુલ્ક ભોજનની સેવા પુરી પાડી હતી. જોકે પે એન્ડ યુઝ શૌચાલયના સંચાલકોએ દાટ વાળ્યો હતો.
સામાન્ય રીતે જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતા ડબલ ભાવ વસુલ કરવામાં આવ્યા હોય પરિક્રમાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. આવા સંચાલકોએ શૌચક્રિયાના 5ના બદલે 10-10 રૂપિયા વસુલ્યા હતા. તો ન્હાવાના 10 ના બદલે 20-20 રૂપિયા પડાવ્યા હતા. બહારગામથી આવેલા પરિક્રમાર્થીઓને મજબુરી વશ લુંટનો ભોગ બનવું પડયું હતું. આવી ઘટનાથી સમગ્ર પરિક્રમાના આયોજનને ઝાંખપ લાગે છે. પુણ્યનું ભાથું બાંધવા આવેલા ભાવિકો પાસેથી પણ આડેધડ ભાવ પડાવી પાપાચાર કરવાની આ વૃતિથી પે એન્ડ યુઝ શૌચાલયના સંચાલકો સામે ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો.
એજન્સી રદ કરવા સુધીના પગલાં લેવાશે
આ મામલે તપાસ કરવામાં આવશે અને જો આવી બાબત હશે તો કમિશ્નર વી.જે. રાજપુતની સુચના મુજબ આવા સંચાલકોની એજન્સી રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. - અતુલ મકવાણા.

ડોળાસા નજીકનાં બોડીદર ગામેથી દીપડો પાંજરે પુરાયો

Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 12:52 AM IST
ગુરૂવારે વહેલી સવારનાં અરસામાં દીપડો પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
ડોળાસા નજીકનાં બોડીદર ગામેથી દીપડો પાંજરે પુરાયો
ડોળાસા નજીકનાં બોડીદર ગામેથી દીપડો પાંજરે પુરાયો
ડોળાસા: ડોળાસા નજીકનાં બોડીદર ગામે કાદી વિસ્તારનાં નવાપરામાં મહિલાઓએ દીપડાને આંટાફેરા મારતો જોતા આ અંગે તા.પં. સદસ્ય ઇલાબેન વાળાએ વનતંત્રને જાણ કરતાં સ્ટાફે બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવી દીધુ હતું અને ગુરૂવારે વહેલી સવારનાં અરસામાં દીપડો પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૈવિક સંપદાને મુશ્કેલી પડે અે રીતે કરાઇ કામગીરી

DivyaBhaskar News Network | Last Modified - Oct 31, 2017, 06:45 AM IST
પુણ્યનુંભાથું બાંધી આપનાર ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂકયો છે.31 ઓકટોબરે ભલે વિધીવત પ્રારંભ થનાર છે...
જૈવિક સંપદાને મુશ્કેલી પડે અે રીતે કરાઇ કામગીરી
પુણ્યનુંભાથું બાંધી આપનાર ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂકયો છે.31 ઓકટોબરે ભલે વિધીવત પ્રારંભ થનાર છે પરંતુ અત્યારથીજ પરિક્રમાના રૂટ પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. પ્રકૃતિના ખોળે ખુંદવાની અને આનંદ પ્રમોદ સાથે ભોજન,ભજન અને ભકિતના આસ્વાદને માણવાની અનેરી તક એટલે ગીરનારની લીલી પરિક્રમા.આ પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે ત્યારે ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી પડે તે માટે મનપા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરાઇ છે. કમિશ્નર વી.જે. રાજપુતના માર્ગ દર્શન હેઠળ વોટર વર્કસ ઇજનેર અને તેની ટીમના કર્મચારીઓએ પરિક્રમા રૂટના 32 કુવાના પાણીનું કલોરીફીકેશન કર્યું છે. ઉપરાંત પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના પાવન સાનિધ્યે આવેલ પવિત્ર મૃગી કુંડ તેમજ દામોદર કુંડમાં સ્નાન કરતા હોય છે ત્યારે કુંડના પાણીનું પણ કલોરી ફીકેશન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કુંડ અને કુવામાં રહેલ જૈવિક સંપદા અેટલે કે માછલા, કાચબા જેવા અનેક જળચર જીવોને નુકસાન થાય તેની કાળજી રાખીને કલોરીફીકેશન કરવામાં આવ્યું હોવાનું અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું.

વિધીવત પરિક્રમા શરૂ થાય પુર્વે વન વિભાગે 1,83,590 યાત્રાળુઓની નળપાણીની ઘોડીનાં પોઇન્ટે ગણતરી કરી

DivyaBhaskar News Network | Last Modified - Oct 31, 2017, 06:50 AM IST
સુખ,વૈભવ, મોહ-માયાથી દુર રહી પ્રકૃતિ અને ઇશ્વરને માણવાનો અવસર એટલે ગિરનારની લીલી પરિક્રમા. પાંચ દિવસ ભાવિકો...
વિધીવત પરિક્રમા શરૂ થાય પુર્વે વન વિભાગે 1,83,590 યાત્રાળુઓની નળપાણીની ઘોડીનાં પોઇન્ટે ગણતરી કરી
વિધીવત પરિક્રમા શરૂ થાય પુર્વે વન વિભાગે 1,83,590 યાત્રાળુઓની નળપાણીની ઘોડીનાં પોઇન્ટે ગણતરી કરી
સુખ,વૈભવ, મોહ-માયાથી દુર રહી પ્રકૃતિ અને ઇશ્વરને માણવાનો અવસર એટલે ગિરનારની લીલી પરિક્રમા. પાંચ દિવસ ભાવિકો પ્રકૃતિની સંગે ગિરનારને ભજે છે. ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો દેવઉઠી એકાદશીથી પ્રારંભ થાય છે. પરંતુ કેટલાક ઉતાવળીયા યાત્રાળુઓ દર વર્ષે વહેલી પરિક્રમા પ્રારંભી દે છે. ચાલુ વર્ષે પણ શનિવારથી યાત્રાળુઓ પરિક્રમા કરવા પહોંચી ગયા હતાં. રવિવારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યાં હતાં. સોમવારે જૂનાગઢ તરફ આવતા તમામ વાહનોમાં ભીડ જોવા મળી હતી. જૂનાગઢ અને ભવનાથમાં માવન મહેરામણ ઉમટ્યું હતું. જોકે પરિક્રમાનો વિધિવત પ્રારંભ મંગળવારે રાત્રે 12 વાગ્યે ઇન્દ્રભારતી આશ્રમનાં ગેઇટ ઉપરથી થશે. પરંપરાગત પરિક્રમા કરવા ઇચ્છતા યાત્રાળુઓ સવારે જૂનાગઢમાં પહોંચી જશે.વન વિભાગનાં કન્ટ્રોલનાં જણાવ્યા મુજબ આજે સાંજનાં વાગ્યા સુધીમાં 1,83,590યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી હતી. યાત્રાળુઓ બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરશે અને કાલે પરિક્રમા પૂર્ણ કરી દેશે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ જંગલમાં પ્રવેશ્યાં છે. જયારે 32,400 લોકોએ ગિરનાર સર કર્યો હતો.

ભવનાથમાં10 સ્થળે પાણીનાં ટાંકા મુકાશે

પરિક્રમારૂટ ઉપર પાણીની વ્યવસ્થા ઉભી કરાઇ છે તેની સાથે ભવનાથ વિસ્તારમાં પણ યાત્રાળુઓને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે પાંચ-પાંચ હજાર લીટરની દસ સ્થળે પાણીની ટાંકી મુકવામાં આવશે. ભવનાથમાં પાણીનાં પાંચ પરબ પણ કાર્યરત છે.

પરિક્રમામાં તળાજાનાં પ્રૌઢનું મોત

પરિક્રમા કરવા આવેલા તળાજા તાલુકાનાં ભાલપરાનાં મથુરભાઇ ડાંભી આવ્યા હતાં. જીણાબાવાથી મઢી થી સરખડિયાની ઘોડી વચ્ચે હ્દય રોગનો હૂમલો આવ્યો હતો. સારવાર મળે તે પહેલા પ્રાૈઢનું મોત નિપજ્યું હતું.

વૃદ્ઘોએશું કાળજી રાખવી ?

પરિક્રમાદરમિયાન 60 વર્ષથી ઉપરની વ્યકિત કે અન્ય કોઇ યાત્રાળુઓએ શ્વાસ ચઢે કે છાતી ભારે લાગવા માંડે એટલે બેસી જવું અને આગળ વધવાનો પ્રયાસ કરવો અને તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો. ^ડો.વી.વી.અઘેરા

ગિરનારીને પામવાનો નિજાનંદ માણવા ટ્રેનના છાપરે બેસવું પડે તોય મંજૂર

Bhaskar News, Junagadh | Last Modified - Nov 01, 2017, 01:44 AM IST

ગિરનાર પરિક્રમા માટે હજુયે માણસો બહારગામથી કિડીયારાંની માફક ઉભરાઇ રહ્યા છે.
ગિરનારીને પામવાનો નિજાનંદ માણવા ટ્રેનના છાપરે બેસવું પડે તો ય મંજૂર.... ગિરનારીને પામવાનો નિજાનંદ માણવા ટ્રેનના છાપરે બેસવું પડે તો ય મંજૂર....
જુનાગઢ: ગિરનારની પરિક્રમા ઉતાવળિયા પરિક્રમાર્થીઓએ શરુ કરી દીધી છે. અને પરિક્રમા માટે હજુયે માણસો બહારગામથી કિડીયારાંની માફક ઉભરાઇ રહ્યા છે. જૂનાગઢ આવવા માટે જેમની પાસે ખાનગી વાહનોની સગવડ નથી તેઓએ એસટી બસ કે ફરજીયાતપણે ટ્રેનનાં છાપરા પર જ બેસીને મુસાફરી કરવી પડે છે.
ગિરનારની પરિક્રમા પણ ભારે કઠિન હોય છે. ડગલેને પગલે અહીં લપસી પડવાનું તો ક્યાંક મોટી વયનાં પરિક્રમાર્થીઓને તો હૃદયરોગનું જોખમ પણ અચૂકપણે રહે છે. અામ છત્તાં જીવને શિવમાં બે ચાર દિવસો સુધી વિલીન કરી દેવાનો આનંદ પણ કાંઇ ઓછો નથી હોતો. ભાવિકો આજ નિજાનંદને માણવા માટે ટ્રેનના છાપરા પર બેસીને પણ ગિરનારની પરિક્રમા કરવાનું ચૂકતા નથી.
લાખો ભાવિકો જૂનાગઢ આવી પહોંચ્યા છે

જૂનાગઢના ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમા આજે મધરાતે ૧૨ વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ થનાર છે. આ માટે લાખો ભાવિકો જૂનાગઢ આવી પહોંચ્યા છે. જોકે, ઉતાવળિયા ભાવિકોએ ચાર-પાંચ દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરી દીધી હતી. અને તેઓ પરિક્રમા પૂરી કરી પરત જવા લાગ્યા છે.

ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમામાં ભાવિકોની સચોટ ગણત્રી થઇ શકે એ માટે નળપાણીની ઘોડી ખાતે વનવિભાગે ખાસ ગણતરી પોઇન્ટ પણ ગોઠવ્યો છે. જ્યાં પ્રત્યેક પરિક્રમાર્થીની ગણતરી થાય છે. જે મુજબ આજે તા. 31 ઓક્ટો.નાં રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 4,33,070 પરિક્રમાર્થીઓએ નળપાણીનો પોઇન્ટ વટાવી દીધો હોવાનું નોંધાયું છે. પરિક્રમા આજે રાત્રે બાર વાગ્યે રૂપાયતન ગેઇટ ખાતેથી સત્તાવાર રીતે શરૂ થશે. પરંતુ એ પહેલાં જ આશરે લાખો ભાવિકોએ પરિક્રમા પૂરી કરી લીધાનું અનુમાન થઇ રહ્યું છે
4,33,070 પરિક્રમાર્થીઓએ નળપાણીનો પોઇન્ટ વટાવી દીધો હોવાનું નોંધાયું છે.
અગિયારસના દિવસે મધરાતે જ પરિક્રમા 
 
એસટી બસ કે ફરજીયાતપણે ટ્રેનનાં છાપરા પર જ બેસીને મુસાફરી કરવી પડે છે.
જોકે, હજુ લાખો ભાવિકો એવા છે કે, જેઓ અગિયારસના દિવસે મધરાતે જ પરિક્રમા શરૂ કરતા હોય છે.  દરમિયાન પરિક્રમાને લઈ જૂનાગઢનાં માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પરત જતા ભાવિકો જૂનાગઢમાં દામોદર કુંડમાં સ્નાન કરી, બાદમાં ઉપરકોટ, સક્કરબાગ ઝૂ, નરસિંહ મહેતાનો ચોરો, વગેરે સ્થળોની મુલાકાતે પણ અચૂકપણે જતા હોય છે. હાલ જૂનાગઢનાં મજેવડી ગેઇટથી લઇને સક્કર બાગ ઝૂ સુધીનાં માર્ગ પર બંને બાજુ પરિક્રમાર્થીઓનો જમાવડો અને બહારગામ જવા માટે વાહનો મળતા હોવાથી ભારે ટ્રાફિક રહે છે. અને દિવસમાં અનેક વખત ટ્રાફિક જામ પણ સર્જાય છે.
એસટી બસ કે ફરજીયાતપણે ટ્રેનનાં છાપરા પર જ બેસીને મુસાફરી કરવી પડે છે.
 

પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં પહોંચી ગયા

DivyaBhaskar News Network | Last Modified - Nov 01, 2017, 02:30 AM IST
આતશબાજી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 5 દિવસીય મેળાનો પ્રારંભ સોમનાથસાનિધ્યમાં દરવર્ષે કાર્તિકી પૂર્ણિમાના 5...
પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં પહોંચી ગયા
પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં પહોંચી ગયા
આતશબાજી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 5 દિવસીય મેળાનો પ્રારંભ

સોમનાથસાનિધ્યમાં દરવર્ષે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમનો મંગળવારે આતશબાજી અને વૈદીક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો હતો અને જૂનાગઢની પરિક્રમા પૂર્ણ થયા બાદ ભાવિકો મેળો કરવા માટે સોમનાથ પહોંચી ગયા છે. લોકોને કોઇ મુશ્કેલી પડે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. મેળામાં ઉભા કરાયેલા સ્ટોલમાં ઐતિહાસીક મંદિરોના ચિત્રો પણ પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા છે તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 35 ફૂટ ઉચું અને 25 ફૂટ પહોળું શિવલીંગ બનાવાયું છે તેમજ ગાયમાતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિઓ રજૂ કરાઇ છે. જયારે મેળામાં 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 45 ખાણીપીણીના તેમજ 22 રમતગમ્મત ના સ્ટોલોનો સમાવેશ થાય છે.

ભવનાથમાં 70 કર્મીઓની ટીમ દ્વારા સઘન સફાઇ કામગીરી

DivyaBhaskar News Network | Last Modified - Nov 01, 2017, 02:30 AM IST
આગામી 10 નવેમ્બર સુધી ટીમ કામગીરી કરશે જૂનાગઢ | ગીરનારનીપાવનકારી લીલી પરિક્રમાને લઇને જૂનાગઢ મનપા તંત્ર દ્વારા...
ભવનાથમાં 70 કર્મીઓની ટીમ દ્વારા સઘન સફાઇ કામગીરી
ભવનાથમાં 70 કર્મીઓની ટીમ દ્વારા સઘન સફાઇ કામગીરી
આગામી 10 નવેમ્બર સુધી ટીમ કામગીરી કરશે

જૂનાગઢ | ગીરનારનીપાવનકારી લીલી પરિક્રમાને લઇને જૂનાગઢ મનપા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ખાસ કરીને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ વિસ્તારમાં સફાઇની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. માટે કમિશ્નર વી.જે. રાજપુત અને નાયબ કમિશ્નર એમ. કે. નંદાણીયાની સુચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણા તેમજ પર્યાવરણ ઇજનેર રાજુભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં એસઆઇ અને સફાઇ કામદારોની ટીમને કામે લગાડાઇ છે. ટીમ આગામી 10 નવેમ્બર સુધી ભવનાથમાં કામગીરી કરશે. હાલ ટીમના કર્મીઓ ભવનાથમાં કયાંય કચરો,ગંદકી જોવા મળે તે માટે પુરતી કાળજી લઇને કામગીરી કરી રહ્યા છે.જો ગંદકીની ફરિયાદ હોય તો 9601649650 અથવા 9428953499 નો સંપર્ક કરવા જણાવાયું છે.

ટીમ આગામી 10 નવેમ્બર સુધી ભવનાથમાં કામગીરી કરશે. હાલ ટીમના કર્મીઓ ભવનાથમાં કયાંય કચરો,ગંદકી જોવા મળે તે માટે પુરતી કાળજી લઇને કામગીરી કરી રહ્યા છે.

કેટલો વિભાગીય સ્ટાફ

સેનીટેશનસુપ્રિટેન્ડેન્ટ 1, પર્યાવરણ ઇજનેર 1, સ્ટેબલ સુપરવાઇઝર1, સેનેટરી ઇન્સ્પેકટર 15,વેટરનરી ઓફિસર1, કેટલ પાઉન્ડ અધિકારી 1, ગાર્ડન સુપરવાઇઝર 1, કલાર્ક 1 અને પટ્ટાવાળા 1 સહિતનો વિભાગીય સ્ટાફ કામે લાગ્યો છે.

4સ્થળોએ મોબાઇલ ટોયલેટ વાન રહેશે

ભારતીઆશ્રમ પાસે ચકડોળ વાળા ગ્રાઉન્ડમાં, રીંગ રોડ પર,મંગલનાથ બાપુની જગ્યા પાછળ, એસટી ગ્રાઉન્ડ પાસે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે. ઉપરાંત 2 મોબાઇલ ટોયલેટ વાન સ્પેર(રિઝર્વ)માં રાખવામાં આવ્યા છે.