Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 01:08 AM IST
જૂનાગઢમાં ગીરનાર પર્વત ફરતેની 36 કિલો મીટરની લીલી પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા
જૂનાગઢ: જૂનાગઢમાં ગીરનાર પર્વત ફરતેની 36 કિલો મીટરની લીલી
પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. સાધુ -સંતો, ધાર્મિક
સંસ્થાઓ, અન્નક્ષેત્રો, ઉતારા મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ તમામ માટે
નિ:શુલ્ક ભોજનની સેવા પુરી પાડી હતી. જોકે પે એન્ડ યુઝ શૌચાલયના સંચાલકોએ
દાટ વાળ્યો હતો.
સામાન્ય રીતે જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતા ડબલ ભાવ વસુલ
કરવામાં આવ્યા હોય પરિક્રમાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. આવા
સંચાલકોએ શૌચક્રિયાના 5ના બદલે 10-10 રૂપિયા વસુલ્યા હતા. તો ન્હાવાના 10
ના બદલે 20-20 રૂપિયા પડાવ્યા હતા. બહારગામથી આવેલા પરિક્રમાર્થીઓને મજબુરી
વશ લુંટનો ભોગ બનવું પડયું હતું. આવી ઘટનાથી સમગ્ર પરિક્રમાના આયોજનને
ઝાંખપ લાગે છે. પુણ્યનું ભાથું બાંધવા આવેલા ભાવિકો પાસેથી પણ આડેધડ ભાવ
પડાવી પાપાચાર કરવાની આ વૃતિથી પે એન્ડ યુઝ શૌચાલયના સંચાલકો સામે
ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો.
એજન્સી રદ કરવા સુધીના પગલાં લેવાશે
આ મામલે તપાસ કરવામાં આવશે અને જો આવી બાબત હશે તો કમિશ્નર વી.જે.
રાજપુતની સુચના મુજબ આવા સંચાલકોની એજન્સી રદ કરવા સુધીના પગલાં ભરવામાં
આવશે. - અતુલ મકવાણા.
No comments:
Post a Comment