આગામી 10 નવેમ્બર સુધી ટીમ કામગીરી કરશે
જૂનાગઢ | ગીરનારનીપાવનકારી લીલી પરિક્રમાને લઇને જૂનાગઢ મનપા તંત્ર દ્વારા...
જૂનાગઢ | ગીરનારનીપાવનકારી લીલી પરિક્રમાને લઇને જૂનાગઢ મનપા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ખાસ કરીને લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ વિસ્તારમાં સફાઇની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. માટે કમિશ્નર વી.જે. રાજપુત અને નાયબ કમિશ્નર એમ. કે. નંદાણીયાની સુચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણા તેમજ પર્યાવરણ ઇજનેર રાજુભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં એસઆઇ અને સફાઇ કામદારોની ટીમને કામે લગાડાઇ છે. ટીમ આગામી 10 નવેમ્બર સુધી ભવનાથમાં કામગીરી કરશે. હાલ ટીમના કર્મીઓ ભવનાથમાં કયાંય કચરો,ગંદકી જોવા મળે તે માટે પુરતી કાળજી લઇને કામગીરી કરી રહ્યા છે.જો ગંદકીની ફરિયાદ હોય તો 9601649650 અથવા 9428953499 નો સંપર્ક કરવા જણાવાયું છે.
ટીમ આગામી 10 નવેમ્બર સુધી ભવનાથમાં કામગીરી કરશે. હાલ ટીમના કર્મીઓ ભવનાથમાં કયાંય કચરો,ગંદકી જોવા મળે તે માટે પુરતી કાળજી લઇને કામગીરી કરી રહ્યા છે.
કેટલો વિભાગીય સ્ટાફ
સેનીટેશનસુપ્રિટેન્ડેન્ટ 1, પર્યાવરણ ઇજનેર 1, સ્ટેબલ સુપરવાઇઝર1, સેનેટરી ઇન્સ્પેકટર 15,વેટરનરી ઓફિસર1, કેટલ પાઉન્ડ અધિકારી 1, ગાર્ડન સુપરવાઇઝર 1, કલાર્ક 1 અને પટ્ટાવાળા 1 સહિતનો વિભાગીય સ્ટાફ કામે લાગ્યો છે.
4સ્થળોએ મોબાઇલ ટોયલેટ વાન રહેશે
ભારતીઆશ્રમ પાસે ચકડોળ વાળા ગ્રાઉન્ડમાં, રીંગ રોડ પર,મંગલનાથ બાપુની જગ્યા પાછળ, એસટી ગ્રાઉન્ડ પાસે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે. ઉપરાંત 2 મોબાઇલ ટોયલેટ વાન સ્પેર(રિઝર્વ)માં રાખવામાં આવ્યા છે.
No comments:
Post a Comment