ગિરનાર પરિક્રમા માટે હજુયે માણસો બહારગામથી કિડીયારાંની માફક ઉભરાઇ રહ્યા છે.
જુનાગઢ: ગિરનારની
પરિક્રમા ઉતાવળિયા પરિક્રમાર્થીઓએ શરુ કરી દીધી છે. અને પરિક્રમા માટે
હજુયે માણસો બહારગામથી કિડીયારાંની માફક ઉભરાઇ રહ્યા છે. જૂનાગઢ આવવા માટે
જેમની પાસે ખાનગી વાહનોની સગવડ નથી તેઓએ એસટી બસ કે ફરજીયાતપણે ટ્રેનનાં
છાપરા પર જ બેસીને મુસાફરી કરવી પડે છે.
ગિરનારની પરિક્રમા પણ ભારે કઠિન હોય છે. ડગલેને પગલે અહીં લપસી
પડવાનું તો ક્યાંક મોટી વયનાં પરિક્રમાર્થીઓને તો હૃદયરોગનું જોખમ પણ
અચૂકપણે રહે છે. અામ છત્તાં જીવને શિવમાં બે ચાર દિવસો સુધી વિલીન કરી
દેવાનો આનંદ પણ કાંઇ ઓછો નથી હોતો. ભાવિકો આજ નિજાનંદને માણવા માટે ટ્રેનના
છાપરા પર બેસીને પણ ગિરનારની પરિક્રમા કરવાનું ચૂકતા નથી.
લાખો ભાવિકો જૂનાગઢ આવી પહોંચ્યા છે
જૂનાગઢના ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમા આજે મધરાતે ૧૨ વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ થનાર છે. આ માટે લાખો ભાવિકો જૂનાગઢ આવી પહોંચ્યા છે. જોકે, ઉતાવળિયા ભાવિકોએ ચાર-પાંચ દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરી દીધી હતી. અને તેઓ પરિક્રમા પૂરી કરી પરત જવા લાગ્યા છે.
ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમામાં ભાવિકોની સચોટ ગણત્રી થઇ શકે એ માટે નળપાણીની ઘોડી ખાતે વનવિભાગે ખાસ ગણતરી પોઇન્ટ પણ ગોઠવ્યો છે. જ્યાં પ્રત્યેક પરિક્રમાર્થીની ગણતરી થાય છે. જે મુજબ આજે તા. 31 ઓક્ટો.નાં રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 4,33,070 પરિક્રમાર્થીઓએ નળપાણીનો પોઇન્ટ વટાવી દીધો હોવાનું નોંધાયું છે. પરિક્રમા આજે રાત્રે બાર વાગ્યે રૂપાયતન ગેઇટ ખાતેથી સત્તાવાર રીતે શરૂ થશે. પરંતુ એ પહેલાં જ આશરે લાખો ભાવિકોએ પરિક્રમા પૂરી કરી લીધાનું અનુમાન થઇ રહ્યું છે
અગિયારસના દિવસે મધરાતે જ પરિક્રમા
જોકે, હજુ લાખો ભાવિકો એવા છે કે, જેઓ અગિયારસના દિવસે મધરાતે જ
પરિક્રમા શરૂ કરતા હોય છે. દરમિયાન પરિક્રમાને લઈ જૂનાગઢનાં માર્ગો પર
ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પરત જતા ભાવિકો જૂનાગઢમાં દામોદર કુંડમાં
સ્નાન કરી, બાદમાં ઉપરકોટ, સક્કરબાગ ઝૂ, નરસિંહ મહેતાનો ચોરો, વગેરે
સ્થળોની મુલાકાતે પણ અચૂકપણે જતા હોય છે. હાલ જૂનાગઢનાં મજેવડી ગેઇટથી લઇને
સક્કર બાગ ઝૂ સુધીનાં માર્ગ પર બંને બાજુ પરિક્રમાર્થીઓનો જમાવડો અને
બહારગામ જવા માટે વાહનો મળતા હોવાથી ભારે ટ્રાફિક રહે છે. અને દિવસમાં અનેક
વખત ટ્રાફિક જામ પણ સર્જાય છે.
No comments:
Post a Comment