DivyaBhaskar News Network | Last Modified - Oct 31, 2017, 06:50 AM IST
સુખ,વૈભવ, મોહ-માયાથી દુર રહી પ્રકૃતિ અને ઇશ્વરને માણવાનો અવસર એટલે ગિરનારની લીલી પરિક્રમા. પાંચ દિવસ ભાવિકો...
વિધીવત પરિક્રમા શરૂ થાય પુર્વે વન વિભાગે 1,83,590 યાત્રાળુઓની નળપાણીની ઘોડીનાં પોઇન્ટે ગણતરી કરી
સુખ,વૈભવ, મોહ-માયાથી દુર રહી પ્રકૃતિ અને ઇશ્વરને માણવાનો અવસર એટલે
ગિરનારની લીલી પરિક્રમા. પાંચ દિવસ ભાવિકો પ્રકૃતિની સંગે ગિરનારને ભજે છે.
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો દેવઉઠી એકાદશીથી પ્રારંભ થાય છે. પરંતુ
કેટલાક ઉતાવળીયા યાત્રાળુઓ દર વર્ષે વહેલી પરિક્રમા પ્રારંભી દે છે. ચાલુ
વર્ષે પણ શનિવારથી યાત્રાળુઓ પરિક્રમા કરવા પહોંચી ગયા હતાં. રવિવારે
હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યાં હતાં. સોમવારે જૂનાગઢ તરફ આવતા તમામ
વાહનોમાં ભીડ જોવા મળી હતી. જૂનાગઢ અને ભવનાથમાં માવન મહેરામણ ઉમટ્યું
હતું. જોકે પરિક્રમાનો વિધિવત પ્રારંભ મંગળવારે રાત્રે 12 વાગ્યે
ઇન્દ્રભારતી આશ્રમનાં ગેઇટ ઉપરથી થશે. પરંપરાગત પરિક્રમા કરવા ઇચ્છતા
યાત્રાળુઓ સવારે જૂનાગઢમાં પહોંચી જશે.વન વિભાગનાં કન્ટ્રોલનાં જણાવ્યા
મુજબ આજે સાંજનાં વાગ્યા સુધીમાં 1,83,590યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી
હતી. યાત્રાળુઓ બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરશે અને કાલે પરિક્રમા પૂર્ણ
કરી દેશે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ જંગલમાં પ્રવેશ્યાં છે. જયારે 32,400
લોકોએ ગિરનાર સર કર્યો હતો.
ભવનાથમાં10 સ્થળે પાણીનાં ટાંકા મુકાશે
પરિક્રમારૂટ ઉપર પાણીની વ્યવસ્થા ઉભી કરાઇ છે તેની સાથે ભવનાથ
વિસ્તારમાં પણ યાત્રાળુઓને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે પાંચ-પાંચ
હજાર લીટરની દસ સ્થળે પાણીની ટાંકી મુકવામાં આવશે. ભવનાથમાં પાણીનાં પાંચ
પરબ પણ કાર્યરત છે.
પરિક્રમામાં તળાજાનાં પ્રૌઢનું મોત
પરિક્રમા કરવા આવેલા તળાજા તાલુકાનાં ભાલપરાનાં મથુરભાઇ ડાંભી આવ્યા
હતાં. જીણાબાવાથી મઢી થી સરખડિયાની ઘોડી વચ્ચે હ્દય રોગનો હૂમલો આવ્યો હતો.
સારવાર મળે તે પહેલા પ્રાૈઢનું મોત નિપજ્યું હતું.
વૃદ્ઘોએશું કાળજી રાખવી ?
પરિક્રમાદરમિયાન 60 વર્ષથી ઉપરની વ્યકિત કે અન્ય કોઇ યાત્રાળુઓએ શ્વાસ
ચઢે કે છાતી ભારે લાગવા માંડે એટલે બેસી જવું અને આગળ વધવાનો પ્રયાસ કરવો
અને તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો. ^ડો.વી.વી.અઘેરા
No comments:
Post a Comment