Friday, May 31, 2019

વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે

DivyaBhaskar News Network

May 31, 2019, 12:15 PM IST
વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ.

મનુષ્યની જીંદગીથી અમૂલ્ય જીંદગી કોઇની હોઇ શકે નહિ. ત્યારે પોતાનો જીવ બચાવવા ખેડૂતો કે ખેત મજૂરો વન્ય પ્રાણીનો હથિયારથી પ્રતિકાર કરે અને તેમાં વન્યપ્રાણીનું મોત થાય ત્યારે આવા કિસ્સામાં પણ વન વિભાગ આકરી સજા કરે છે તેમાં ફેર વિચારણા કરવાની જરૂર છે. જયારે વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

દરમિયાન દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-the-incidents-of-attack-on-wildlife-have-increased-when-121510-4664081-NOR.html

ઉના-ગીરગઢડા રોડ પર આકરા તાપમાં છાંયડાની શોધમાં સિંહ યુગલ નીકળ્યું

May 16,2019 4:49 PM ISTઉના: ગીરગઢડા તાલુકના સનવાવ ગામે રોડ પર આવેલી વાડીમાં છાંયાની શોધમાં સિંહ યુગલ ઉના-ગીરગઢડા રોડ પર આવી ચડ્યું હતું. આ સિંહ યુગલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં સિંહ અને સિંહણ આકરા તાપમાં છાંયાની શોધમાં નીકળ્યા હોય તેવું જોવા મળે છે.
https://www.divyabhaskar.co.in/gujarati-videos/news/a-lion-couple-came-in-search-of-a-shade-at-una-girighadhda-road-371639.html

મહિલાને ફાડી ખાધી દિપડાએ, વન તંત્રએ દિપડીને ગણાવી માનવ ભક્ષી

DivyaBhaskar News Network

May 31, 2019, 01:20 PM IST
વન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ. વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.

માનવભક્ષી દિપડો ચાલાક

કાંકચીયાળા ગામે મુકેલ પાંજરામાં રાખેલા મારણને લઈ દિપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો. 
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-woman-who-was-torn-by-a-lion-said-132006-4664121-NOR.html

ધારીમાં આકરી ગરમીના કારણે 3 દિવસમાં 45 પક્ષીઓનાં મોત થયા

DivyaBhaskar News Network

May 01, 2019, 05:55 AM IST
Amreli News - according to the extreme heat 45 birds died in 3 days 055525
ધારીમા પાછલા કેટલાક દિવસોથી હિટવેવનુ મોજુ ફરી વળ્યું છે. અહી તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જતા ત્રણ દિવસમા 45 પક્ષીના મોત થયાનુ સામે આવ્યું છે. તો અમરેલીમા આજે ગરમીમા આંશિક રાહત મળી છે. જો કે તેમ છતા તાપમાનનો પારો 42 ડિગ્રી નોંધાયો હતો. ધારીમા પણ કાળઝાળ ગરમી પડી રહી છે. અહીના તાલુકા પંચાયત પાસે વડલામા વડવાંગડ વસી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમીના કારણે અહી ટપોટપ પક્ષીઓ મરી રહ્યાં છે. ત્રણ દિવસના સમયગાળામા 45 જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અને ઉપરથી નીચે પટકાયા હતા. આકરા તાપના કારણે બપોરના સુમારે અહી કુદરતી કફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે અમરેલીમા આકરા તાપમા આંશિક રાહત અનુભવાઇ હતી. જો કે આજે શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 74 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 11 કિમીની નોંધાઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-according-to-the-extreme-heat-45-birds-died-in-3-days-055525-4458120-NOR.html

અમરેલીમાં આવેલી ઠેબી નદીનાં પટ્ટમાં ગાંડીવેલનું સામ્રાજય યથાવત

DivyaBhaskar News Network

May 04, 2019, 05:51 AM IST
Amreli News - madelly39s kingdom remained in the seafront in amreli 055135
અમરેલીમાં આવેલ ઠેબી નદીના પટ્ટમાં ગાંડી વેલનું સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી વેલ હોવાથી નદીના પટ્ટમાં અને આજુબાજુના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે ભરઉનાળે રોગચાળો વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે ગાંડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.

શહેરની નજીકથી ઠેબી નદી પસાર થઈ રહી છે. ઓછા વરસાદના પગલે આ નદીમાં પાણી તો નથી પણ અહી ગટરનું ગંદુ પાણી એકત્રીત થઈ રહ્યું છે. જેના પગલે આ નદીમાં ગાડી વેલ જોવા મળી રહી છે. ગાંડી વેલથી ઘેરાયેલી નદી અત્યારે લીલીછમ વેલથી ઢંકાઈ ગઈ છે. ગંદા પાણી અને વેલના પગલે ઝેરી મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે આજુ બાજુની વસ્તી ધરાવતી સોસાયટીઓમાં મચ્છરના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં નાના બાળકો અને વડીલોને મચ્છરના પગલે મચ્છરજન્ય રોગ થઈ રહ્યા છે. પણ હાલ સુધીમાં પાલિકા તંત્રએ ગાડી વેલની હટાવવાની કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા નદીમાંથી વહેલી તકે ગાડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-madelly39s-kingdom-remained-in-the-seafront-in-amreli-055135-4478113-NOR.html

દલડીમાં બિમાર સિંહણની ખાનગી તબીબે સારવાર કર્યાનું ખુલ્યું, તુલશીશ્યામમાં સિંહણનો મૃતદેહ મળ્યો

DivyaBhaskar.com

May 04, 2019, 10:39 AM IST
આ સિંહણને ખાનગી ડોક્ટર દ્વારા સારવાર અપાઇ હતી
આ સિંહણને ખાનગી ડોક્ટર દ્વારા સારવાર અપાઇ હતી

  • સિંહણને બેભાન કર્યા વગર જ નમુના લેવાયા, સિંહોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

ખાંભા: ખાંભા તાલુકાના દલડી વિડીમાં ગત તા.25 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ એક બિમાર સિંહણને સારવાર માટે રેસ્ક્યુ કરવામાં આવી હતી. આ સિંહણને 24 કલાકમાં સારવાર માટે ત્રણ વખત રેસ્ક્યુ કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ વખત રેસ્ક્યુ કર્યા બાદ વેનેટરી ડોક્ટર ન આવવાથી સિંહણને છોડી મુકવામાં આવી હતી. બાદમાં બીજી વાર સિંહણને રેસ્ક્યુ કરી રિંગ પાંજરે પૂરવામાં આવી હતી અને આ રિંગ પાંજરામાં બીજુ પાંજરું મૂકી ભીડો આપી બેભાન કર્યા વગર જ સિંહણના નમૂના હનુમાનપુરના ખાનગી પશુ ડોક્ટર દ્વારા લેવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જ્યારે તુલસીશ્યામના ભાણીયા રેન્જમાંથી 2 વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું
તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી રબારીકા ગ્રાસ બીટની દલડી વિડી વિસ્તારમા ત્રણ સિંહબાળની બીમાર માતા સિંહણનું ગત તા. 25 એપ્રિલ 2019 રાત્રીના અને 26 એપ્રિલ 2019 વહેલી સવારે બે વખત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે આ સિંહણને ઝાડા તેમજ ઉલટીનું વાયરલ ઇન્ફેકશન લાગી ગયું હતું અને તેની સારવાર જરૂરી હતી. તેના માટે તુલસીશ્યામ રેન્જ આરએફઓ પરિમલ પટેલ અને રબારીકા રાઉન્ડ સ્ટાફની હાજરીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સિંહણને રેસ્ક્યુ બાદ વનવિભાગ દ્વારા નિયુક્ત કરેલા વેનેટરી ડોક્ટર દ્વારા સિંહણની સારવાર અને નમૂના લેવાને બદલે અમરેલી જિલ્લાના એક ખાનગી ડેરી દ્વારા દુધાળા પશુઓને બીજદાન માટે નિયુક્ત કરેલા પશુ ડોક્ટર એવા હનુમાનપુરના ભૌતિક બોડા દ્વારા આ બીમાર સિંહણના નમૂના અને સારવાર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સિંહપ્રેમી સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં પુરાવા સાથે રજૂઆત અને તપાસની માંગ કરવામાં આવતા હાલ તુલસીશ્યામ રેન્જમાં આ ઘટનામાં સંડોવાયેલા વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ બહાર કેમ નીકળવું તેનો રસ્તો કાઢવા મથામણમાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પશુ ડોક્ટર ભૌતિક બોડા સાથે સીધી વાત
સવાલ-1 : તબીબ ભૌતિક બોડા દલડી વિડીમાં ગત તા. 25 એપ્રિલ અને 26 એપ્રિલ ના રોજ ત્રણ સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ?
જવાબ : હા 25 એપ્રિલના રાત્રીના 9 વાગ્યે અને 26 એપ્રિલના વહેલી સવારે 2.30 થી 4 વાગ્યાની વચ્ચે સિંહણને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સવાલ: આ સિંહણને રેસ્ક્યુ બાદ સારવાર આપવામાં તેમજ નમૂના લેવામાં આવ્યા હતા?
જવાબ: હા સિંહણને જ્યારે પહેલી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે સારવાર કે નમૂના લેવામાં નથી આવ્યા વહેલી સવારે બીજી વખત રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે તેના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સામાન્ય સારવાર આપવામાં આવી હતી.
સવાલ: સિંહણને પાંજરે પૂરી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ: આ સિંહણને રિંગ પાંજરામાં પુરી અંદરના બીજા નાના પાંજરામાં ભીડો મારી સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના લેવામાં આવ્યા હતા અને સારવાર મારા દ્વારા કરાઇ હતી.
સવાલ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર હાજર હતા કે નહીં?
જવાબ: સિંહણના નમૂના લેવામાં અને સારવાર કરવામાં વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા હાજર ન હતા તેઓ પોતાના કામથી બહાર ગયા હતા.
સવાલ: સિંહણના લોહીના તેમજ અન્ય નમૂના અને સારવાર કોના કહેવાથી આપ દ્વારા આ કામગીરી કરવામા આવી હતી?
જવાબ: હું હનુમાનપુર ખાતે મારા ઘર પર હતો અને ત્યારે વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા દ્વારા મને ટેલિફોનિક સૂચના આપી અને તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં સિંહણના નમૂના લીધા હતા અને સારવાર આપી હતી.
સવાલ: સિંહણના નમૂના લીધા તેમજ સારવાર કરવામાં આવી ત્યારે વનવિભાગના સ્ટાફમાં કોણ કોણ સ્થળ ઉપર હાજર હતુ?
જવાબ: સિંહણની સારવાર કરી ત્યારે સ્થળ ઉપર રેન્જર પરિમલ પટેલ, રબારીકા રાઉન્ડના સૌંદરવા તેમજ રબારીકા રાઉન્ડનો અન્ય સ્ટાફ હાજર હતો.
સવાલ: સિંહણને પાંજરે પૂર્યા બાદ નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી હતી કે નહીં?
જવાબ: સિંહણને જ્યારે રેસ્ક્યુ કરી નમૂના લેવા અને સારવાર આપવા માટે બેભાન કરવામાં આવી ન હતી અને જીવિત અવસ્થામાં જ નમૂના લેવામાં અને સારવાર આપવામાં આવી હતી.
સવાલ: આવી રીતે વનવિભાગની અનમાત વિડીમાં જઈ જીવિત સિંહણની આપ દ્વારા સારવાર આપવી અને નમૂના લેવા ગુન્હો છે તે આપને ખ્યાલ છે?
જવાબ: હા વનવિભાગની અનામત વિડીમાં પરમિશન વગર સિંહણની સારવાર અને નમૂના લેવા ગુન્હો છે. પરંતુ હું પોતે ગયો નથી. મને ડોક્ટર વામજા અને આરએફઓ પરિમલ પટેલના કહેવાથી મેં આ કામગીરી કરી છે તે તેની જવાબદારી છે.
સવાલ: સિંહણની સારવાર અને નમૂના માટે જરૂરી મેડિસિન અને દવા આપની પાસે ક્યાંથી આવી ?
જવાબ: સિંહણની સારવાર અને નમૂના લેવા માટે દવા ઘારી કચેરી ખાતેથી ડોક્ટર વામજા દ્વારા ગોઠવણ કરી આપવામાં આવી હતી. અને આરએફઓ પરિમલ પટેલ લઈ આવ્યા હતા સ્થળ ઉપર.
સવાલ : સિંહણના કેવા પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા? અને નમૂના કયાં મોકલવામા આવ્યા હતા?
જવાબ: સિંહણના લોહીના અને હગારના નમુના લેવામાં આવ્યા હતા. અને તેને ક્યાં લઈ ગયા તેની જાણકારી પરિમલ પટેલ પાસે હશે.
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડના બીટ-2માંથી સિંહણનો મૃતદેહ મળ્યો
તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડ પાછલા ઘણા સમયથી ધણીધોરી વગરનો બન્યો છે. અહીં ત્રણ માસમાં 1 સિંહણ અને એક સિંહબાળના મોત થઈ ચૂક્યા છે. ત્યારે ભાણીયા રાઉન્ડ બીટ વિભાગ 2 સેન્ચ્યુરીમાંથી વધુ એક 2 વર્ષની સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી રેન્જ કચેરીએ મળી હતી. ત્યારે ગત રાત્રીના જ સિંહણના મૃતદેહને કબજે લેવા માટે રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહણના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જ્યારે તપાસ હાથ ધરવામા આવતા સિંહણનું ઇન્ફાઈટમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/news/private-doctor-treatment-of-lioness-in-daladi-1556946513.html

સિંહણને ખાનગી પશુ તબીબ દ્વારા સારવાર અપાયાની ઘટનામાં વનવિભાગની દોડધામ

DivyaBhaskar News Network

May 06, 2019, 05:50 AM IST
તુલસીશ્યામ રેન્જ ના રબારીકા રાઉન્ડ નીચે આવતા દલડી વિડીમાં ગત તા. 25 અને 26 એપ્રિલના એક ત્રણ બચ્ચાવાળી સિંહણ બીમાર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી હતી.આ સિંહણ જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી ત્યારે વનવિભાગના વેટરનરી ડોક્ટર પણ હાજર ન હતા. અને સિંહણ પાંજરે પુરાઈ ગઈ હતી. બાદમાં રેન્જના અધિકારી દ્વારા સિંહણ પાંજરે પુરાઈ ગઈ હોવાનું વેટરનરી ડોક્ટરને જાણ કરી હતી પરંતુ તેઓ ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી દલડી નજીક આવેલ હનુમાનપુરમાં એક ખાનગી દુધાળા પશુઓને બીજદાન કરતા પશુ ડોક્ટર ભૌતિક બોડા રહે છે તેમને આ સિંહણના જરૂરી નમુના લેવા માટે લાવવામાં આવ્યા હતા.

તેઓ દ્વારા સિંહણને રિંગ પાંજરા બાદ નાના પાંજરામાં ભીડો લગાવી નમુના લીધા હોવાની કબૂલાત પણ કરી હતી. આ સિંહણની સારવાર કોના કહેવાથી કરવામાં આવી હતી ? કોણ કોણ હાજર હતું ? તે તમામ ઘટના અંગે તે જાહેર કરી ચૂકયા છે. ત્યારે આ સિંહણની સારવારની ઘટનાને લઈ આ રાઉન્ડના વિડી ચોકીદાર સોમતભાઈ પણ ખાનગી ડોક્ટર દ્વારા સિંહણના નમુના અને સારવાર આપવામાં આવી હોવાનું અખબારી નિવેદનમા આપી ચૂકયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ તેમજ વેટરનરી ડોક્ટર વામજા અને રબારીકા રાઉન્ડનો સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં ઉચ્ચ અધિકારીઓને રસ જ નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં બેજવાબદારી દાખવનાર પણ હાલ ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દોડધામ કરી રહ્યા છે. બીજી તરફ જે ખાનગી ડોક્ટર અને વિડી ચોકીદાર દ્વારા આ ઘટના જાહેર કરી છે. તેમના નિવેદન ફેરવી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-event-of-a-lioness-being-treated-by-a-private-veterinary-doctor-forest-department-runs-055043-4492449-NOR.html