DivyaBhaskar News Network
May 31, 2019, 01:20 PM ISTવન્યપ્રાણીઓના માનવી પરના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બનાવો અંગે ચિંતા વ્યકત કરી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વિસાવદર પંથકમાં દિપડાનો ત્રાસ સતત વધી રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આવા રાની પશુઓનો ત્રાસ કાયમી માટે દૂર કરવા અને વધતી જતી દિપડાની વસ્તીને નાથવા સરકાર નક્કર કાર્યવાહી કરે. આ ઉપરાંત વન્યપ્રાણીના હુમલામાં મોતને ભેટેલા ખેડૂતોના વારસદારોના પરિવારને 10 લાખની સહાય આપવી જોઇએ. વિસાવદરના કાંકચીયાળા ગામના શારદાબેન વાવૈયાને દિપડાએ ફાડી ખાધા હતા. આ બનાવથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દિપડી પાંજરે પૂરાઇ તો વનવિભાગના કર્મીઅોએ દિપડીને માનવભક્ષી ગણાવી ગ્રામજનોને ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા હર્ષદભાઇ રિબડીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે.
માનવભક્ષી દિપડો ચાલાક
કાંકચીયાળા ગામે મુકેલ પાંજરામાં રાખેલા મારણને લઈ દિપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-woman-who-was-torn-by-a-lion-said-132006-4664121-NOR.html
No comments:
Post a Comment