Friday, May 31, 2019

અમરેલીમાં આવેલી ઠેબી નદીનાં પટ્ટમાં ગાંડીવેલનું સામ્રાજય યથાવત

DivyaBhaskar News Network

May 04, 2019, 05:51 AM IST
Amreli News - madelly39s kingdom remained in the seafront in amreli 055135
અમરેલીમાં આવેલ ઠેબી નદીના પટ્ટમાં ગાંડી વેલનું સામ્રાજય યથાવત જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી વેલ હોવાથી નદીના પટ્ટમાં અને આજુબાજુના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે ભરઉનાળે રોગચાળો વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે ગાંડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.

શહેરની નજીકથી ઠેબી નદી પસાર થઈ રહી છે. ઓછા વરસાદના પગલે આ નદીમાં પાણી તો નથી પણ અહી ગટરનું ગંદુ પાણી એકત્રીત થઈ રહ્યું છે. જેના પગલે આ નદીમાં ગાડી વેલ જોવા મળી રહી છે. ગાંડી વેલથી ઘેરાયેલી નદી અત્યારે લીલીછમ વેલથી ઢંકાઈ ગઈ છે. ગંદા પાણી અને વેલના પગલે ઝેરી મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેના પગલે આજુ બાજુની વસ્તી ધરાવતી સોસાયટીઓમાં મચ્છરના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં નાના બાળકો અને વડીલોને મચ્છરના પગલે મચ્છરજન્ય રોગ થઈ રહ્યા છે. પણ હાલ સુધીમાં પાલિકા તંત્રએ ગાડી વેલની હટાવવાની કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી જ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા નદીમાંથી વહેલી તકે ગાડી વેલનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-madelly39s-kingdom-remained-in-the-seafront-in-amreli-055135-4478113-NOR.html

No comments: