Friday, May 31, 2019

ધારી એટલે ગીરનું નાકું ગણાય છે. અને અહીંની કેસર કેરી

DivyaBhaskar News Network

May 30, 2019, 06:20 AM IST
ધારી એટલે ગીરનું નાકું ગણાય છે. અને અહીંની કેસર કેરી પણ પ્રખ્યાત છે. ત્યારે હાલમાં કેરીની આવક શરૂ થતાં અહીંની ગર્લ્સ સ્કુલ પાસે કેરીના વેપારીઓ યાડૅમાંથી કેરી ખરીદી અને પેટીયું રળે છે. ત્યારે અહીંના વેકરીયાપરામાં રહેતા દેવીપૂજક યુવક રાકેશ સવારથી જ અહીં ધોમધખતા તાપમાં કેરીનું સાંજ સુધી વેચાણ કરે છે. હાલ કાચી કેસરના રૂ ૮૦૦થી ૧૦૦૦ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. તસવીર- અરૂણ વેગડા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-suppose-that-gir-is-considered-to-be-a-nose-and-here39s-saffron-mango-062013-4656676-NOR.html

વનકર્મીના ખોટા પગાર બીલો બનાવી 1.76 કરોડની ઉચાપત, આગોતરા રદ

DivyaBhaskar News Network

May 30, 2019, 06:45 AM IST
જૂનાગઢની વન કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સામે અધિકારીઓ અને કર્મચારીઓના ખોટા પગાર ભથ્થા, એરિયર્સનાં બીલો બનાવી 1.76 કરોડનું કૌભાંડ આચરનાર બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયા બાદ આરોપી નં. 2 એ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જૂનાગઢની નાયબ વનસંરક્ષક કચેરીમાં ફરજ બજાવતા પરસોત્તમભાઇ છગનભાઇ પરમાર અને મેરામણભાઇ અરશીભાઇ દાસા સામે સ્ટાફના પગારબીલો, નિવૃત્ત કર્મચારીઓના રજા પગાર, મેડીકલ, ટીએ, મકાન પેશગી, એલટીસી, જીપીએફ, ગ્રેચ્યુઇટી, એરિયર્સ, વગેરે બીલો બનાવી એકનું એક બીલ બે વખત રજૂ કરી રૂ. 1.76 કરોડથી વધુની ઉચાપત કર્યાની ફરીયાદ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ બનાવમાં મેરામણભાઇ ફોરેસ્ટ ગાર્ડ તરીકે જેતે વખતે ફરજ બજાવતા હતા. અને તેઓ નિવૃત્ત પણ થઇ ગયા છે. તેના વકીલે એવી દલીલ કરી હતી કે, મેરામણભાઇ મુખ્ય આરોપી નથી. અને મુખ્ય આરોપીના રીમાન્ડ દરમ્યાન કથિત કૌભાંડનું સાહિત્ય મળી આવ્યું છે. જોકે, સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, ગેરરિતીથી મેળવેલા રૂપિયા રીકવર કરવાના બાકી હોઇ આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. બંને પક્ષની દલીલોને ધ્યાને લઇ પ્રિન્સિપલ સેશન્સ જજ નરેન્દ્ર બી. પીઠવાએ આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-making-false-bill-wrongdoing-bills-176-crores-of-embezzlement-cancellation-of-advance-064509-4656710-NOR.html

વિશ્વ પર્યાવરણ દિવસેે ફ્લેમીંગો પક્ષીઓનું પિન્ક સેલીબ્રેશન યોજાશે

DivyaBhaskar News Network

May 30, 2019, 07:10 AM IST
અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન હજ્જારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે ત્યારબાદ ઉનાળામાં અહીં ખાસ કરીને સફેદ અને ગુલાબી રંગના ફ્લેમીંગો આકર્ષણ જમાવે છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા છેલ્લા 6 વર્ષથી પિન્ક સેલીબ્રેશનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ આગામી તા. 5 અને 6 જુનના દિવસે પર્યાવરણ દિવસ નિમીતે પિન્ક સેલીબ્રેશનનું આયોજન થશે.

વેટલેન્ડ અને ફ્લેમીંગોની જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમમાં બેંગલોરથી ઈ-બર્ડના મેનેજર પણ હાજરી આપશે. ફ્લેમીંગોના પ્રણયનૃત્ય અને જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓને લગતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવશે. ચાલુ વર્ષે પક્ષી અભ્યારણ્યમાં પણ ફ્લેમીંગો પ્રણયનૃત્ય કરતા જોવા મળશે.

ફ્લેમીંગો કરે છે પ્રણયનૃત્ય

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરની મધ્યમાં આવેલ જળાશયમાં ગુલાબી રંગનું આવરણ ઓઢીને આવતા લેસર ફ્લેમીંગો સમુહ કરતા ખૂબ જ આકર્ષણ જમાવે છે. ફ્લેમીંગોનું આ નૃત્ય તેની જોડી બનાવવા માટેનું હોય છે ત્યારે તેને પ્રણયનૃત્ય પણ કહેવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-pink-sleebration-of-flamingo-birds-will-be-held-on-world-environment-day-071017-4656754-NOR.html

ડુંગરાળ પ્રદેશના ઝાડ પર જોવા મળતો સાપ શહેરમાંથી પકડાયો

DivyaBhaskar News Network

May 30, 2019, 07:20 AM IST
રાણાવાવમાં સરકારી હાઈસ્કૂલ પાસે પ્રકૃત્તિ-ધ યુથ ના સભ્યો દ્વારા અનોખી પ્રજાતિનો સાપ પકડવામાં આવ્યો છે. આ સાપને લીલવણી પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ સાપ ડુંગરાળ પ્રદેશમાં ઝાડ પર જ જોવા મળતો હોય છે. આ સાપ ઝેરી હોય છે પરંતુ કોઈ વ્યક્તિને આ સાપ ડંખ મારે તો કશું થતું નથી, માત્ર પશુ-પક્ષીઓ તથા લોકો બેભાન જ બને છે. આ સાપ ખોરાકમાં નાના પક્ષીઓ અને જીવ-જંતુઓ, કાચીંડાનો ખોરાક માટે શિકાર કરે છે. ખોરાક લેતી વખતે ઊંધે માથે લટકીને ખોરાક ખાય છે. લીલો અને બ્રાઉન આમ બે કલરમાં સાપ જોવા મળે છે. હાલ પ્રકૃત્તિ યુથ સોસાયટીના સભ્યોએ આ સાપને પકડી લીધો છે અને જૂનાગઢ શક્કર બાગમાં મોકલી દેવાયો છે તેવું જણાવાયું હતું. તસ્વીર : નિકુંજ ચૌહાણ
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-snakes-found-on-a-mountainous-tree-caught-in-the-city-072016-4656750-NOR.html

પડાપાદરમાં ઝેરી મધમાખીનાં 8થી વધુ પુડા

DivyaBhaskar News Network

May 30, 2019, 07:40 AM IST
Una News - more than 8 poodle poisonous bees in padapadar 074010
ઊનાનાં પડાપાદર ગામે એક વાડીમાં આઠ જેટલા ઝેરી મધમાખીના ઝુંડથી ખેડૂતો અને ખેત મજુરો ખેતી કામ કરી શક્તા નથી. ખેડૂતો અને મજુરોમાં ઝેરી ભય ફેલાયો હોય દુર કરવા માંગ ઉઠી છે.

પડાપાદર ગામની સીમમાં આવેલી બાધાભાઇ ભગવાનભાઇ કિડેચાની વાડીમાં બાજરીનુ વાવેતર કર્યુ છે. વાડીમાં આંબો, નારેલી, આંબલી સહીત અલગ અલગ ઝાડમાં ઝેરી મધમાખીના પુડા છે. ઘણા સમયથી ઝેરી મધમાખીના ઝુંડે રહેણાંક બનાવી લીધુ હોય તેમ ખેતરમાં કામ કરવુ મુશ્કેલ બની ગયુ છે. તેમજ આ ઝેરી ધમમાખીના કારણે આજુ બાજુના ખેતરમાં પણ મજુરો કામ કરવા આવતા ડરી રહ્યા છે. આ વાડીમાં અગલ અગલ ઝાડમાં ઝુંડ ત્રાટકતા ખેડૂતો તેમજ મજુરોને ડંખ મારી ઇજા પહોચાડે તે પહેલા ઝેરીમધમાખીના ઝૂડને તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠી છે.

ઝેરી મધપુડાથી ખેડૂતોને કામ કરવું મુશ્કેલ પડે છે. - તસ્વીર : જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-more-than-8-poodle-poisonous-bees-in-padapadar-074010-4656771-NOR.html

વેરાવળનાં બાળકોને ફિલ્મ સાથે મળશે વૃક્ષનો છોડ

DivyaBhaskar News Network

May 30, 2019, 07:50 AM IST
વેરાવળમાં દિવ્ય ભાસ્કર દ્વારા સહયોગી સંસ્થાઓ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ અંતર્ગત તા. 30-31 મે અને 1 જુન 2019 દરમ્યાન સોમનાથ સ્થિત શ્રી રામ મંદિર ઓડિટોરીયમ હોલ ખાતે બાળકોને વિનામૂલ્યે તેઓ માટેની ખાસ ફિલ્મ બતાવાશે. અને એ ફિલ્મ સાથે તેઓને વૃક્ષારોપણ માટે વેરાવળનાં આરએફઓ દ્વારા 1-1 છોડ વિનામૂલ્યે આપવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનાર આ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યો છે. અને 6 થી 14 વર્ષ સુધીનાં બાળકો તેમાં પ્રવેશ મેળવી શકશે. ફિલ્મના પ્રથમ શો નો સમય બપોરે 4 વાગ્યાનો અને બીજા શો નો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે. આ આયોજનમાં સોમનાથ ટ્રસ્ટ ઉપરાંત વેરાવળની પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન વિક્રમ વી. તન્ના, દર્શન પ્રાથમિક અને માધ્યમિક શાળા, શ્રી શીશુમંદિર ઇંગ્લીશ સ્કુલનાં ટ્રસ્ટી જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, રીતેશભાઇ પંડ્યા અને જીતેન્દ્રભાઇ મહેતા, ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકનાં ચેરમેન ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા અને વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી સહિતનો સહયોગ સાંપડ્યો છે.આ તકે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસપી રાહુલ ત્રિપાઠી, આરએફઓ મોરી, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, નાયબ કલેક્ટર સાંગવાન અને મામલતદાર દેવકુમાર આંબલીયા ઉપસ્થિત રહેનાર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-veraval39s-children-will-get-a-film-with-a-tree-plant-075017-4656774-NOR.html

કાંકચીયાળા ગામે ત્રણ પંજાવાળી દીપડીએ મહિલાને ફાડી ખાધા’તા

DivyaBhaskar News Network

May 30, 2019, 07:50 AM IST
વિસાવદરનાં કાંકચીયાળા ગામે મંગળવાર રાત્રીનાં એક દીપડીએ મકાનમાં પ્રવેશીને મહિલાને ફાડી ખાધી હતી. જે બનાવ બાદ વન વિભાગે પાંજરા ગોઠવેલ. જેમાં રાત્રીનાં સમયે તે માનવભક્ષી દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં કાંકચીયાળા ગામે ગતરાત્રીનાં ગામ વચ્ચે મકાનમાં ઘુસીને ઘરમાં પ્રવેશી શારદાબેન વાવૈયાને દીપડીએ ફાડી ખાધી હતી. જે બનાવને લઇને વન વિભાગે ચાર અલગ- અલગ જગ્યાએ મારણ સાથે પાંજરા ગોઠવેલ. જેમાં મારણની લાલચે તે માનવભક્ષી દીપડી વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં પાંજરે પુરાઇ ગઇ હતી. પાંજરે પુરાયા બાદ દીપડીએ પાંજરામાં તોફાન કરી પોતાનું ખુંખાર રૂદ્ર ગ્રામજનોએ જોયેલ. આ માનવભક્ષી ખુંખાર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનો તથા વન વિભાગે રાહત અનુભવી હતી. વન વિભાગે આ માનવભક્ષી દીપડીને સાસણ એનિમલ કેર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ. જયાં તેને આજીવન જેલની સજા ભોગવવાની રહેશે.

આ માનવભક્ષી દીપડી પાંજરે પુરાયા બાદ તેને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જેને જોતા પાછળનો ડાબા પગનો પંજો જ ન હતો. આ બાબતે વન વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ડોકટર સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે એ દીપડી એક પણ વાર પાંજરે પુરાયેલ નથી અને ઇનફાઇટ કે ફાંસલામાં પગ નાનપણમાં જ કપાઇ ગયેલ હોય કેમકે ઘાવ રૂજાઇ ગયેલ છે. વધુમાં જણાવેલ કે એક પગ ન હોવાથી શિકાર કરી શકવામાં અસક્ષમ હોવાથી માનવ વસાહત નજીક રહેતી હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-three-pawed-lizards-at-the-village-of-kankyakayela-used-to-tear-a-woman-075019-4656759-NOR.html