DivyaBhaskar News Network
May 30, 2019, 07:50 AM ISTવેરાવળમાં દિવ્ય ભાસ્કર દ્વારા સહયોગી સંસ્થાઓ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ અંતર્ગત તા. 30-31 મે અને 1 જુન 2019 દરમ્યાન સોમનાથ સ્થિત શ્રી રામ મંદિર ઓડિટોરીયમ હોલ ખાતે બાળકોને વિનામૂલ્યે તેઓ માટેની ખાસ ફિલ્મ બતાવાશે. અને એ ફિલ્મ સાથે તેઓને વૃક્ષારોપણ માટે વેરાવળનાં આરએફઓ દ્વારા 1-1 છોડ વિનામૂલ્યે આપવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનાર આ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યો છે. અને 6 થી 14 વર્ષ સુધીનાં બાળકો તેમાં પ્રવેશ મેળવી શકશે. ફિલ્મના પ્રથમ શો નો સમય બપોરે 4 વાગ્યાનો અને બીજા શો નો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે. આ આયોજનમાં સોમનાથ ટ્રસ્ટ ઉપરાંત વેરાવળની પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન વિક્રમ વી. તન્ના, દર્શન પ્રાથમિક અને માધ્યમિક શાળા, શ્રી શીશુમંદિર ઇંગ્લીશ સ્કુલનાં ટ્રસ્ટી જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, રીતેશભાઇ પંડ્યા અને જીતેન્દ્રભાઇ મહેતા, ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકનાં ચેરમેન ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા અને વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી સહિતનો સહયોગ સાંપડ્યો છે.આ તકે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસપી રાહુલ ત્રિપાઠી, આરએફઓ મોરી, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, નાયબ કલેક્ટર સાંગવાન અને મામલતદાર દેવકુમાર આંબલીયા ઉપસ્થિત રહેનાર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-veraval39s-children-will-get-a-film-with-a-tree-plant-075017-4656774-NOR.html
No comments:
Post a Comment