DivyaBhaskar News Network
May 30, 2019, 07:40 AM ISTઊનાનાં પડાપાદર ગામે એક વાડીમાં આઠ જેટલા ઝેરી મધમાખીના ઝુંડથી ખેડૂતો અને ખેત મજુરો ખેતી કામ કરી શક્તા નથી. ખેડૂતો અને મજુરોમાં ઝેરી ભય ફેલાયો હોય દુર કરવા માંગ ઉઠી છે.
પડાપાદર ગામની સીમમાં આવેલી બાધાભાઇ ભગવાનભાઇ કિડેચાની વાડીમાં બાજરીનુ વાવેતર કર્યુ છે. વાડીમાં આંબો, નારેલી, આંબલી સહીત અલગ અલગ ઝાડમાં ઝેરી મધમાખીના પુડા છે. ઘણા સમયથી ઝેરી મધમાખીના ઝુંડે રહેણાંક બનાવી લીધુ હોય તેમ ખેતરમાં કામ કરવુ મુશ્કેલ બની ગયુ છે. તેમજ આ ઝેરી ધમમાખીના કારણે આજુ બાજુના ખેતરમાં પણ મજુરો કામ કરવા આવતા ડરી રહ્યા છે. આ વાડીમાં અગલ અગલ ઝાડમાં ઝુંડ ત્રાટકતા ખેડૂતો તેમજ મજુરોને ડંખ મારી ઇજા પહોચાડે તે પહેલા ઝેરીમધમાખીના ઝૂડને તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠી છે.
ઝેરી મધપુડાથી ખેડૂતોને કામ કરવું મુશ્કેલ પડે છે. - તસ્વીર : જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-more-than-8-poodle-poisonous-bees-in-padapadar-074010-4656771-NOR.html
No comments:
Post a Comment