DivyaBhaskar News Network
May 30, 2019, 06:45 AM ISTજૂનાગઢની વન કચેરીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ સામે અધિકારીઓ અને કર્મચારીઓના ખોટા પગાર ભથ્થા, એરિયર્સનાં બીલો બનાવી 1.76 કરોડનું કૌભાંડ આચરનાર બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયા બાદ આરોપી નં. 2 એ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જૂનાગઢની નાયબ વનસંરક્ષક કચેરીમાં ફરજ બજાવતા પરસોત્તમભાઇ છગનભાઇ પરમાર અને મેરામણભાઇ અરશીભાઇ દાસા સામે સ્ટાફના પગારબીલો, નિવૃત્ત કર્મચારીઓના રજા પગાર, મેડીકલ, ટીએ, મકાન પેશગી, એલટીસી, જીપીએફ, ગ્રેચ્યુઇટી, એરિયર્સ, વગેરે બીલો બનાવી એકનું એક બીલ બે વખત રજૂ કરી રૂ. 1.76 કરોડથી વધુની ઉચાપત કર્યાની ફરીયાદ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ બનાવમાં મેરામણભાઇ ફોરેસ્ટ ગાર્ડ તરીકે જેતે વખતે ફરજ બજાવતા હતા. અને તેઓ નિવૃત્ત પણ થઇ ગયા છે. તેના વકીલે એવી દલીલ કરી હતી કે, મેરામણભાઇ મુખ્ય આરોપી નથી. અને મુખ્ય આરોપીના રીમાન્ડ દરમ્યાન કથિત કૌભાંડનું સાહિત્ય મળી આવ્યું છે. જોકે, સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, ગેરરિતીથી મેળવેલા રૂપિયા રીકવર કરવાના બાકી હોઇ આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. બંને પક્ષની દલીલોને ધ્યાને લઇ પ્રિન્સિપલ સેશન્સ જજ નરેન્દ્ર બી. પીઠવાએ આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-making-false-bill-wrongdoing-bills-176-crores-of-embezzlement-cancellation-of-advance-064509-4656710-NOR.html
No comments:
Post a Comment