Monday, October 31, 2016

ગિરનારનું જંગલ વનરાજોને ટૂંકુ પડે છે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
વનકર્મચારીઓ જંગલમાં દોરી ગયા

અશોક શિલાલેખ પાસે મોડી રાત્રે 4 સાવજો આવ્યા

ગિરનારનાંજંગલમાં વસવાટ કરતા સાવજોનાં લગભગ રોજ જંગલની બહાર રહેણાંક વિસ્તારોમાં ધામા હોય છે. ગિરનાર રોડ પર આવેલા અશોકનાં શિલાલેખ પાસે અાજે મોડી રાત્રે અગીયારેક વાગ્યાનાં અરસામાં 4 સિંહોનું ગૃપ આવી ચઢ્યું હતું. જોકે, ટ્રેકર્સ ટીમ સાથેજ હોવાથી તેને હાકો કરીને જંગલ તરફ દોરી જવાયા હતા. વખતે જોકે, રસ્તા પર બહુ અવરજવર નહોતી.

દેવ દિવાળીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ગિરનારનીલીલી પરિક્રમાને લઇ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ક્લેક્ટરની હાજરીમાં તૈયારીની બેઠક મળી હતી. જેેમાં મેયરે સુચન કર્યુ હતું કે, સાંજના પરિક્રમાનો પ્રારંભ કરી શકાયω તેનાં જવાબમાં ધારાસભ્યએ કહ્યુ કે પરંપરા મુજબ રાત્રીનાં પરિક્રમાનો પ્રારંભ થવો જોઇએ. કલેક્ટર કચેરી ખાતે લીલી પરિક્રમાનાં આયોજનની બેઠક મળી હતી. જેમાં કલેક્ટર કચેરી, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા, પોલીસ કચેરી, સાધુ સમાજ, સમાજનાં આગેવાનો વગેરેએ સાથે મળી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સગવડતા સચવાઇ રહે તેનું આગોતરૂ આયોજન કર્યુ છે. રસ્તાની કામગીરી, દબાણો દૂર કરવા, ટ્રાફિક નિયમન, પરિક્રમાનો રૂટ, રીક્ષાનું ભાવ બાંધણુ, એસટીની સુવિધા વગેરે બાબતોએ ચર્ચા થઇ હતી.

શ્રધ્ધાળુઓની સગવડતા માટે આગોતરું આયોજન ઘડાયું

પરિક્રમાના પ્રારંભ મુદ્દે મેયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી

પરિક્રમામાં જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી

જૂનાગઢમાંકારતક માસની અગિયારસે ગિરનાર ફરતે લીલી પરિક્રમા યોજાશે. જેમાં ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, પરિક્રમાનાં રૂટ ઉપર જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો.

જૂનાગઢ ભારત સાધુ સમાજે લીલી પરિક્રમાની કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં ચાલુ વર્ષે જંગલમાં કુદરતી ઝરણાં વહેતા હોય પાવડર કે સાબુનો ઉપયોગ કરવો, પાણીનાં પોઇન્ટ ઉપર ખાસ બંદોબસ્ત રાખવો, ચારેય ઘોડી પર પથ્થરો હટાવી લેવા, આરોગ્યની ટીમને રાઉન્ડ ક્લોક તૈનાત રાખવા, દૂધ-છાશ અને દહીં વાજબી ભાવે મળી રહે તેની તકેદારી રાખવી, પરિક્રમાનાં રૂટ ઉપર વર્ષોથી લોકોની જઠરાગ્નિ ઠારવા જે સેવાભાવી મંડળો અને અન્નક્ષેત્રો માલ સામાન લઇ આવે છે તેમના માટે વહેલાસર ધારા ધોરણ મુજબનાં પાસ ઇશ્યુ કરી આપવા, રાત્રીનાં રોકાણ દરમિયાન જંગલમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય ત્યારે રૂટ ઉપર કોઇ પ્રાણી આવી ચડે તે માટે વન વિભાગે તકેદારી રાખવી, જંગલ દુષિત થાય તે માટે જરૂરી સુચનો અને બેનરો રાખવા વગેરે બાબતોએ પગલાં ભરવા ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મહંત ગોપાલાનંદજી બાપુ, પ્રવક્તા મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું. ગિરનારની લીલી પરિક્રામાને લઇ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાધુ સંતો રજુઆત કરી રહ્યા છે.

ગીરનું સિંહ યુગલ ગામની લટારે, આખી રાત મારણની મિજબાની માણી

ગીરનું સિંહ યુગલ ગામની લટારે, આખી રાત મારણની મિજબાની માણી,  junagadh news in gujarati Bhaskar News, Visavadar | Oct 25, 2016, 02:38 AM IST

સિંહ યુગલને જોવો લોકો ભેગા એકઠા થયા હતા
વિસાવદર: વિસાવદરમાં રવિવારનાં સમી સાંજે સિંહ યુગલ જોવા મળતા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. જયારે બે દિવસ પહેલા કાલસારીની બજારમાં આખી રાત મારણની મિજબાની માણી હતી.

સિંહ યુગલને જોવા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા

સિંહો અને માનવ વચ્ચે હવે બહુ અંતર રહ્યું ન હોય એમ પેટનો ખાડો પુરવા જંગલો છોડી ગામડાઓમાં પ્રવેશવા લાગ્યા છે ત્યારે રવિવારે સમી સાંજે સાત વાગ્યાની આસપાસ વિસાવદરનાં સતાધાર રોડ પર હનુમાનપરામાં વનતંત્રની કચેરીનાં સામે આવેલા ખેતરમાં સિંહ યુગલ લટાર મારતું જોવા મળતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતા. સ્ટાફે છ કલાકની જહેમત બાદ સિંહ યુગલને તુવેરનાં ખેતરમાંથી બહાર કાઢી છેક માણદીયા ફાટક સુધી મુકી આવ્યા હતા એમ એસીએફ કપ્તાએ જણાવ્યું હતું. 

સિંહોએ આખી રાત મારણની મિજબાની માણી

સિંહને ખદેડવામાં ભારે મહેનત થઇ હતી. જ્યારે સિંહણ તેની રીતે મોડી રાત્રે જંગલ તરફ ચાલી ગઇ હતી. બે દિવસ પહેલા વિસાવદરથી બે કિમી દુર કાલસારી ગામે મધુભાઇ પદમાણીનાં ઘરની પાછળની બજારમાં બે સાવજોએ ગાયનું મારણ કરી આખી રાત મિજબાની માણી હતી.

ઝૂપડામાંથી 7 માસનાં પુત્રને દીપડો ઉપાડી ગયો, 500 મીટર દુર હાથ-માથું મળ્યા

Bhaskar News, Junagadh | Oct 24, 2016, 06:02 AM IST ઝૂપડામાંથી 7 માસનાં પુત્રને દીપડો ઉપાડી ગયો,  500 મીટર દુર હાથ-માથું મળ્યા,  junagadh news in gujarati
  • (તસવીર પ્રતિકાત્મક)
જૂનાગઢ:બીલખા નજીકનાં બેલાગામની સીમમાં ગતરાત્રીનાં કરૂણ ઘટના બની હતી. મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથપીપળીનાં પરિવારે બેલાગામમાં ભાગ્યું રાખ્યું હતુ.ગતરાત્રીનાં ઝૂપડામાં માતા એક પુત્રી અને સાત માસનાં પુત્ર સાથે સુતી હતી.ત્યારે દીપડો આવી ચડ્યો હતો.અને સાત માસનાં પુત્રને ઉપાડી ગયો હતો. માતાથી 500 મીટર દુર પુત્રને દીપડાને ફાડી ખાદ્યો હતો.આ ઘટનાને લઇ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.શોધખોળ કરતા ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો.
સાત માસનાં શિવમને દીપડો ઉપાડી ગયો 
 
બનાવની મળતી વિગત મુજબ વિસાવદરનાં માંગનાથ પીપળી ગામે રહેતા વિપુલભાઇ ચારોલિયાએ બીલખા નજીકનાં બેલાગામ ખાતે જીવરામભાઇ છગનભાઇ સાંકિયાનાં ખેતરમાં ભાગ્યું રાખ્યું હતુ. વિપુલભાઇ પરિવાર સાથે ઝૂપડુ બાંધી સીમમાં રહેતા હતા.ગતરાત્રીનાં ઝૂપડામાં ટીકુબેન પુત્રી અને સાત માસનાં પુત્ર શિવમની સાથે સુતા હતા.ત્યારે મોડી રાત્રીનાં દીપડો ઝુપડામાં આવી ચડ્યો હતો.સાત માસનાં શિવમને દીપડો ઉપાડી ગયો હતો.
 
ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો
 
ઝુપડાથી 500 મીટર દુર ફાડી ખાદ્યો હતો.સવારનાં પુત્રની શોધખોળ કરતા ઝુપડાની બાજુમાંથી હાથ,માથુ અગલ પડ્યા હોય તેવો મૃતદહે મળી આવ્યો હતો.સાત માસનાં પુત્રનાં મોતથી પરિવારને અઘાતમાં સરી પડ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને જતા આરએફઓ એસ.ડી.ટીલાળા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે બિલખા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

દીપડાને પકડવા ત્રણ પાંજરા મુક્યાં
 
બાળકને દીપડો ઉપાડી જતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.તેમજ દીપડાને પકડી લેવા માટે વન વિભાગે જૂદી-જુદી ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે. આજે રાત્રે દીપડો પાંજરા પુરાઇ જાઇ તેવી આશા વન વિભાગ સેવી રહ્યું છે.

4 લાખની સહાય સરકાર આપે છે
 
વન્ય પ્રાણીનાં હૂમલામાં ઘાયલ કે કોઇ મૃત્યુ પામે ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. માવન મૃત્યુનાં કેસમાં સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવે છે.

કોડીનાર: ફરવા આવેલો યુવાન જમજીર ધોધમાં ગરક, હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

Bhaskar News, Kodinar | Oct 24, 2016, 05:58 AM IST

  • પોલસ અને તરવૈયાઓ શોધખોળમાં લાગ્યા, ઇન્સેટમાં મૃતક
કોડીનાર:દીવનાં વણાંકબારાનો  યુવાન જમજીરધોધમાં ગરક થતાં તરવૈયા દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. રવિવારે ખારવા સમાજનાં 10 થી વધુ યુવાનો અહિંયા ફરવા આવ્યા હતાં. આ અંગેની મળતી વિગત મુજબ વણાંકબારાનાં  ખારવા સમાજનાં  10થી વધુ યુવાનો રવિવારે  જમજીર ધોધ ખાતે ફરવા આવેલ અને બપોરે ભોજન લઇ ન્હાવા પડયા હતાં.ઘટનાની જાણ થતાં પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં.
 
સોમવારે સવારથી જ તરવૈયાઓ  દ્વારા ફરી શોધખોળ  હાથ ધરાશે
 
તે પૈકી ભાવિન રામજીભાઇ  સોલંકી (ઉ.વ.22) ઉંડા પાણીમાં  ગરક થઇ જતાં સાથે આવેલા યુવાનો અને તરવૈયાઓએ  સાંજ સુધી શોધખોળ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કોડીનારનાં પીએસઆઇ  અને તેમની ટીમ, ટીડીઓ વાઘેલા, ગીરગઢડાનાં  મામલતદાર , આગેવાનો સહિતનાં લોકો દોડી ગયેલ. ધોધનો  પાણીનો પ્રવાહ પણ વધુ હોય સોમવારે સવારથી જ તરવૈયાઓ  દ્વારા ફરી શોધખોળ  હાથ ધરાશે.
 

પરિવારજનોનો  હૃદયદ્વાવક  કલ્પાંત
 
આ સમાચારની  જાણ થતાં જ ભાવિનનાં  પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં. અહિંયા ફરવા આવેલા લોકોમાં પણ ગમગીની પ્રસરી ગઇ હતી.

જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?

Bhaskar News, Junagadh | Oct 21, 2016, 02:47 AM IST

    જૂનાગઢ: ભાદરવા માસમાં 78 લોકોને સાપ કરડયા, શું કાળજી રાખવી?,  junagadh news in gujarati
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ભાદરવા માસ દરમિયાન 78 લોકોને સાપ કરડવાનાં બનાવો બન્યા હતા.આ લોકોને સિવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અપાઇ હતી. જૂનાગઢ સહિતનાં પંથકમાં બીન ઝેરી સાપનું પ્રમાણ જોવા મળે છે. સોરઠ પંથકમાં માત્ર કોબ્રા-કાળોતરો સાપ જ ઝેરી હોવાનું મનાય છે. આ સિવાયનાં સાપ બીનઝેરી સાપ હોવાનું જાણવા મળે છે. ભાદરવા માસ દરમિયાન વરસાદે વિરામ લીધો હતો અને ગરમીનું પ્રમાણ વધ્યુ હતું. 
 
ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો
 
જમીનમાં ઉકળાટ થતાં સાપ, વીંછી સહિતનાં સરીસૃપો બહાર નીકળે છે. ખુલ્લામાં સાપ નીકળે ત્યારે લોકોનું ધ્યાન હોતું નથી અને અજાણતામાં તેની ઉપર હુમલો કરવો, પગ મુકી દેવો, નુકશાની કરવી વગેરે કારણોથી સાપ જીવલેણ હુમલો કરી દે છે. સાપનાં હુમલાનો ભોગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો કે ખેતી સાથે જોડાયેલા લોકો બનતા હોય છે. છેલ્લે ભાદરવા માસમાં સર્પ કરડવાનાં આંકડા જોતા જિલ્લામાં 78 લોકોને સાપે દંશ દીધો હતો. બીનઝેરી સાપ હોવાને કારણે અણબનાવ બનવાની સંખ્યામાં પણ ધટાડો નોંધાયો હતો.
 
જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે
 
જૂનાગઢ જિલ્લામાં સાપ કરડવાનાં બનાવ વધી રહયાં છે. તેની સાથે હાલ વિંછીનો પણ ઉપદ્રવ વધ્યો છે. વિંછી લોકોને ડંખ મારી રહયો છે. ખાસ કરીને ભાદરવો અને ભાદરવા બાદ પડતી ગરમીનાં કારણે સાપ - વિંછી બહાર આવતાં હોય છે. અને લોકોને ડંખ મારતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં લોકોએ ગભરાવવાની જગ્યાએ જાગૃત થવાની તાતી જરૂર છે.
એક્સપર્ટ વ્યુ
 
સાપને ઓળખી લેવો
 
ગરમીને કારણે સાપ દરમાંથી બહાર નીકળે છે ત્યારે તેનું વર્તન પણ બદલી જતું હોય છે. સાપ કરડે ત્યારે કેવા કલરનો સાપ હતો અને ક્યાં કરડયો તે બાબત ઓળખી ડોક્ટરને જાણ કરવી. લોકોએ અંધશ્રદ્ધાને ત્યજી તાત્કાલિક દવાખાને સારવાર અપાવવી હિતાવહ છે.-ડો. ભાવેશ જાવીયા, વેટરનરી કોલેજ
 
સાપ કરડે ત્યારે શું કાળજી રાખવી?
 - ભાગદોડ કરવી નહીં
 - કરડેલા ભાગની ઉપર મધ્યમ રીતે પાટાપીંડી કરવી
 - લોહીનું દબાણ વધે નહીં એની કાળજી લેવી
 - ભુવા કરતા ડોકટરની સલાહ લેવી
 
બીક જ મારી નાંખે છે
 
સોરઠ પંથકમાં મોટા ભાગે બીનઝેરી સાપની સંખ્યા વધુ છે. પરંતુ પાણીમાં કે બીજી જગ્યાએ સાપ કરડે ત્યારે લોકમાનસમાં સાપ કરડયો તેવી બીક વધી જાય છે. જેનાં કારણે લોહીનું દબાણ વધી જાય છે. લોકોએ ગભરાવવું જોઇએ નહીં.